Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM નરેન્દ્ર મોદીની બાયોપિક આવતા ગુરૂવારે થશે રિલીઝ, નવું પોસ્ટર જાહેર

PM નરેન્દ્ર મોદીની બાયોપિક આવતા ગુરૂવારે થશે રિલીઝ, નવું પોસ્ટર જાહેર

06 April, 2019 02:19 PM IST | મુંબઈ

PM નરેન્દ્ર મોદીની બાયોપિક આવતા ગુરૂવારે થશે રિલીઝ, નવું પોસ્ટર જાહેર

PM મોદીની બાયોપિકનું નવું પોસ્ટર

PM મોદીની બાયોપિકનું નવું પોસ્ટર


PM નરેન્દ્ર મોદીની બાયોપિકને નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. ફિલ્મના મેકર્સે નવું પોસ્ટર જાહેર કરી નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ હવે 11 એપ્રિલ એટલે કે ગુરૂવારે રિલીઝ થશે. જેમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા વિવેક ઓબરોય જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં દેશભક્તિ જ આ ચોકીદારની શક્તિ છે એવું લખાણ પણ જોવા મળી રહ્યું છે.

ફિલ્મના પ્રોડ્યૂસર, ક્રિએટીવ ડિરેક્ટર સંદીપ સિંહ છે. ફિલ્મની કથા પણ તેમણે જ લખી છે. ફિલ્મને સુરેશ ઓબરોય અને આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે જ્યારે ડાયરેક્શન ઉમંગ કુમારનું છે.

આ પણ વાંચોઃ PM Narendra Modi:બાયોપિકનું ગીત 'ફકીરા'માં દેખાઈ પીએમની સંઘર્ષભરી સફર



ફિલ્મ પહેલા શુક્રવારે એટલે કે 5 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક રાજકીય પક્ષોએ ફિલ્મ સામે આચારસંહિતા ભંગ કરતી હોવાના આક્ષેપો મુક્યા હતા. ફિલ્મની રિલીઝનો વિરોધ કરતી બે અરજીઓ કોર્ટ ફગાવી ચુકી છે. જેના કારણે પક્ષો સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છે. તમામ બાબતોને જોતા ફિલ્મ મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2019 02:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK