Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Kapil Sharma Show: કપિલે ઠુકરાવી પ્રિયંકાની આ ઑફર, પસંદગી કર્યા 2 કરોડ

Kapil Sharma Show: કપિલે ઠુકરાવી પ્રિયંકાની આ ઑફર, પસંદગી કર્યા 2 કરોડ

30 September, 2019 06:07 PM IST | મુંબઈ ડેસ્ક

Kapil Sharma Show: કપિલે ઠુકરાવી પ્રિયંકાની આ ઑફર, પસંદગી કર્યા 2 કરોડ

પ્રિયંકા ચોપરા કપિલ શર્મા શૉમાં...

પ્રિયંકા ચોપરા કપિલ શર્મા શૉમાં...


બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિન્ક'ના પ્રમોશન માટે કપિલ શર્માના ઘરે એટલે કે 'ધ કપિલ શર્મા શૉ'માં પહોંચી. અહીં તેણે કપિલ શર્મા સાથે ખૂબ મસ્તી કરી. આ સિવાય પ્રિયંકાએ કપિલને બે મોટી ઑફર પણ આપી જેમાંથી કપિલે 2 કરોડની ઑફરની પસંદગી કરી.

આ આખી ડીલનો વીડિયો કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. વીડિયો શૅર કરતાં કપિલે લખ્યું છે એક્સ્ક્લુસિવ વાતચીત પ્રિયંકા ચોપરા સાથે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા કપિલને પૂછે છે કે, "2 કરોડનો ચેક અને 6 હોટ છોકરીઓ સાથે માલદીવ્સમાં એક હોલીડે.....શેની પસંદગી કરીશ?" તેના પર કપિલ કહે છે, "હું 2 કરોડ લઈશ, કારણકે સેમ પૅકેજ હું 60 હજારમાં અરેન્જ કરી લઈશ." કપિલનો આ જવાબ સાંભળીને પ્રિયંકા પણ જોરથી હસવા લાગે છે.




જણાવીએ કે પ્રિયંકા હાલ 'ધ સ્કાઇ ઇઝ પિન્ક'નું પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ તે ડાન્સિંગ રિયાલિટી શૉ 'ડાન્સ દીવાને 2' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7'માં પહોંચી હતી. અહીં પણ તેણે ખૂબ મસ્તી કરી અને 'ડાન્સ દીવાને 2'ની જજ માધુરી દીક્ષિત અને 'ડીઆઈડી'ની જજ કરીના કપૂર સાથે ડાન્સ પણ કર્યો. હાલ પ્રિયંકા ફિલ્મનું પ્રમોશન કરવા અમદાવાદમાં છે.


આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

પ્રિયંકા ચોપરા આ ફિલ્મ સાથે ત્રણ વર્ષ પછી બોલીવુડમાં કમબૅક કરી રહી છે. આ જ કારણ છે કે ફિલ્મને લઇને બઝ પણ બની રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર પણ લીડ રોલમાં છે. પ્રિયંકાની આ ફિલ્મ ચર્ચામાં આવવાનું હજી પણ એક કારણ છે. હકીકતે 'ધ સ્કાઇ ઇઝ પિન્ક' એ જ ફિલ્મ છે જેમાં કામ કરવા માટે પ્રિયંકાએ સલમાન ખાની 'ભારત' ફિલ્મ છોડી દીધી હતી. તે સિવાય આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ઝાયરા વસીમ પણ જોવા મળશે. ઝાયરા ફિલ્મમાં પ્રિયંકાની દીકરીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ ઝાયરાની છેલ્લી ફિલ્મ હશે. ઝાયરાએ તાજેતરમાં જ એક્ટિંગની દુનિયાને અલવિદા કહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 06:07 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK