Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video:સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈએ શૅર કરેલો વીડિયો જોઈ તમે હસી પડશો

Video:સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈએ શૅર કરેલો વીડિયો જોઈ તમે હસી પડશો

23 May, 2019 09:18 PM IST | અમદાવાદ

Video:સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈએ શૅર કરેલો વીડિયો જોઈ તમે હસી પડશો

મનન દેસાઈ

મનન દેસાઈ


ધ કોમેડી ફેક્ટરીના સ્ટાર કોમેડિયન મનન દેસાઈ પોતાની આર્ટથી લોકોને હસાવવા માટે જાણીતા છે. પોતાની યુટ્યુબ ચેનલ કોમેડી ફેક્ટરીના જુદા જુદા વીડિયોઝ અને સ્ટેન્ડ અપ કોમેડીની ટેલેન્ટથી પણ લોકોને જબરજસ્ત હસાવે છે. મનન દેસાઈને સાંભળવા માટે લોકો ઉમટી પડે છે. અને તેમના યુટ્યુબ વીડિયોઝની પણ ફેન્સ ઈંતેજારીથી રાહ જોતા હોય છે. જો કે આ વખતે મનન દેસાઈએ એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જે ન તો તેમની યુટ્યુબ ચેનલનો છે, ન તો તેમનો પોતાનો, તેમ છતાંય તમે આ વીડિયો જોઈને ખૂબ હસી પડશો.

ચૂંટણીન મોસમ ચાલી રહી છે. ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે. ચારે તરફ ભાજપનો જયજયકાર થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં પણ તમને ચૂંટણીની ફ્લેવર જોવા મળશે. મનન દેસાઈએ શૅર કરેલો આ વીડિયો ટ્રેનમાં છૂટક સામાન વેચતા એક ફેરિયાનો છે, જે પોતાની બોલવાની અને હાજર જવાબીની ટેલેન્ટથી લોકોને ખડખડાટ હસાવે છે. સાથે જ પોલિટિક્સ પર કટાક્ષ કરીને ગ્રાહકોના મન પણ જીતી લે છે.



અહીં જુઓ વીડિયો


 મનન દેસાઈએ આ વીડિયો ટ્રેનમાં ટ્રાવેલિંગ દરમિયાન શૂટ કર્યો છે. આ વીડિયો મનને ફેસબુક પર પોસ્ટ કર્યો છે. સાથે જ મનન દેસાઈએ લખ્યું છે,'આ છે એક મોદી ફૅન. તે પોતાની ટેલેન્ટ અને મહેનતથી પૈસા કમાય છે. તેની ટેલેન્ટના કારણે જ મેં તેની પાસેથી કેટલીક વસ્તુઓ ખરીદી છે. ભારતમાં અનએક્સપેક્ટેડ જગ્યાઓ પર ટેલેન્ટ મળી જાય છે. તેની હાજરજવાબી અને વસ્તુ વેચવાની ટેલેન્ટ મને ખૂબ જ ગમી. આઉટ સ્ટેન્ડિંગ. આ વીડિયોથી જેટલા પણ પૈસા મળશે તે આ યુવક માટે છે. તમે જેટલો શૅર કરી શકો તેટલો કરો.'


આ પણ વાંચોઃ Election Result: લો મેં આ ગયા, જુઓ ઈલેક્શન પર મીમ્સની મજા 

વીડિયોમાં દેખાતા આ યુવાનનું નામ અવધેશ દુબે છે. અને તે વલસાડના રહેવાસી છે. ટ્રેનમાં છૂટક સામાન વેચીને તે પોતાનું ગુજરાન ચલાવે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 09:18 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK