હાઇલા, Big Boss 8નો વિનર ગૌતમ ગુલાટી-ઉર્વશી રૌતેલા પરણી ગયા? જુઓ તસવીરો

Published: Jul 03, 2020, 22:18 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ગૌતમ ગુલાટીએ તાજેતરમાં ઉર્વશી રૌતેલા સાથે એક ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં તે બંને લગ્નના મંડપમાં ફેરા લઇ રહ્યા છે.

વર્જિન ભાનુપ્રિયા'માં ગૌતમ ગુલાટી, અર્ચના પૂરણ સિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કાલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલા પણ છે
વર્જિન ભાનુપ્રિયા'માં ગૌતમ ગુલાટી, અર્ચના પૂરણ સિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કાલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલા પણ છે

ગૌતમ ગુલાટીએ તાજેતરમાં ઉર્વશી રૌતેલા સાથે એક ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં તે બંને લગ્નના મંડપમાં ફેરા લઇ રહ્યા છે. તમને થશે કે આ શું આ બંન્ને પરણી ગયા કે? પણ  તેમના પરંતુ ના એવું કંઇ નથી થયું.આ તસવીર તેમની આગામી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયાના એક સીનની તસવીર છે.ગૌતમે આ ફોટો શેર કર્યો અને લખ્યું,મુબારક નહીં બોલોગે?પછી ઉમેર્યું છે કે મિત્રો અમારી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા આવી રહી છે અને અમને આશા છે કે તમને બધાંને પણ આ ફિલ્મ પસંદ આવશે.

થોડા દિવસો પહેલા ફિલ્મના નિર્માતા મહેન્દ્ર ધારીવાલે કહ્યું હતું કે 'તેઓ આ ફિલ્મ સીધી OTT પ્લેટફોર્મ પર રજુ કરવાની વાટાઘાટોમાં છીએ. હાલમાં જે સંજોગો છે તે જોતાં એમ જ કરવું પડે તે યોગ્ય છે. થિએટર્સ શરૂ થવાને મામલે અનિશ્ચિતતા છે એટલે આ સારો વિકલ્પ લાગે છે.'વર્જિન ભાનુપ્રિયા'માં ગૌતમ ગુલાટી, અર્ચના પૂરણ સિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કાલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલા પણ છે.ઉર્વશી દ્વારા ભજવવામાં આવેલી ભાનુપ્રિયા વિશે વાત કરતાં કહે છે કે, તે એક કૉલેજ ગર્લ છે જે રૂઢી ચુસ્ત છે જેણે પોતાનું કૌમાર્ય ગુમાવવાનું નક્કી કર્યું છે. તેને એમ લાગે છે કૌમાર્ય ગુમાવવું આજના સમયમાં સહેલું હશે પણતેના બધા પ્રયત્નો નિરર્થક જાય છે અને એક જ્યોતિષ તેને કહે છે કે તેની લાઇફમાં આ ક્યારેય થવાનું જ નથી, પણ આ પછી શું થાય છે તે જ આ ફિલ્મની વાર્તા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK