પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ હાલમાં જ પોતાના ફૅન્સ સાથે એક ગુડ ન્યૂઝ શૅર કરી છે. અનિતા માતા બની ગઈ છે, તેમણે 9 ફેબ્રુઆરીના રોજ એક ક્યૂટ દીકરાને જન્મ આપ્યો છે. આ સારા સમાચાર અનિતાના પતિ રોહિત રેડ્ડીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આપી છે. એક્ટ્રેસ માતા બન્યા બાદ તેમના ફૅન્સ અને સેલેબ્સ સતત અભિનંદન પાઠવી રહ્યા છે.
હવે રોહિતે પોતાના દીકરાની પહેલી ઝલક પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેમનો અને દીકરાનો હાથ નજર આવી રહ્યો છે. ફોટોમાં જોવા મળી રહ્યું છે કે દીકરાએ પિતાનો હાથ પ્રેમથી પકડી રાખ્યો છે. ફોટો જોતા જ ખબર પડે છે કે આ તસવીર હોસ્પિટલની છે.
View this post on Instagram
આવા પુત્રના જન્મની ઘોષણા: રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં અનિતાનું બેબી બમ્પ નજર આવી રહ્યું હતું અને તે સૂતેલી જોવા મળી રહી છે. તેમ જ રોહિત તેના ગાલ પર કિસ કરી રહ્યા હતા. આ ફોટોના બેકગ્રાઉન્ડમાં એક નાના બાળકી બ્લયૂ ટીશર્ટ લટકેલી જોવા મળી રહી હતી, જેના પર લખ્યું છે ‘It’s a boy’. ફોટોના કેપ્શનમાં પણ રોહિતે આ જાણકારી આપી હતી કે અનિતાએ દીકરાને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે અનિતાએ સોશિયલ મીડિયા દ્વારા જ પોતાની પ્રેગ્નેન્સી વિશે જાહેરાત કરી હતી.
અનિતા પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહી છે. પોતાના ફોટોઝ અને વીડિયોઝ એક્ટ્રેસ હંમેશા ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. ડિલીવરીના થોડા દિવસ પહેલા અનિતા અને રોહિતે એક બૉલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાઈરલ થયા હતા. એકંદરે કહેવાય છે કે અનિતાએ પોતાના પ્રેગ્નેન્સી પીરિયડની ઘણી મજા માણી હતી.
અનીતા હસનંદાનીએ દીકરાનું નામ રાખ્યું આરવ
21st February, 2021 14:22 ISTદીકરાની મમ્મી બની અનીતા હસનંદાની
11th February, 2021 12:21 IST‘નાગિન 3’ ફૅમ અભિનેત્રી અનિતા હસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ
10th February, 2021 09:49 ISTAnita Hassanandaniએ ગર્ભાવસ્થામાં કરાવ્યું બોલ્ડ અને હૉટ ફોટોશૂટ, જુઓ તસવીરો
28th January, 2021 15:22 IST