Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બુધવારે બપોરે ગેમ થશે ઓવર, તાપસીની ફિલ્મનું ટીઝર થશે રિલીઝ

બુધવારે બપોરે ગેમ થશે ઓવર, તાપસીની ફિલ્મનું ટીઝર થશે રિલીઝ

14 May, 2019 02:52 PM IST | મુંબઈ

બુધવારે બપોરે ગેમ થશે ઓવર, તાપસીની ફિલ્મનું ટીઝર થશે રિલીઝ

બુધવારે રીલિઝ થશે ગેમ ઓવરનું ટીઝર

બુધવારે રીલિઝ થશે ગેમ ઓવરનું ટીઝર


અભિનેત્રી તાપસી પન્નૂની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેમ ઓવરનું પહેલું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મનું ટીઝર રીલિઝ થવાની ડેટની જાણકારી પણ આપવામાં આવી છે. તમિલ ભાષામાં બનેલી આ ફિલ્મને અનુરાગ કશ્પયે હિન્દીમાં બનાવી છે. આ ફિલ્મ એકસાથે હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.




ફિલ્મના પોસ્ટરને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યું છે. ડાયરેક્ટર અનુગાર કશ્યપે પોતાના ટ્વિટ્ટર હેન્ડલ પર પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં લખ્યું છે કે માત્ર સાહસી લોકો જ આ ગેમમાં સર્વાઈવ કરી શકશે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં લોહી લોહાણ હાથ ઉપર ઉઠતો જોવા મળી રહ્યો છે. આ હાથને કોણી સુધી કાંટાવાળા તારથી બાંધવામાં આવ્યો છે. પોસ્ટરમાં જોવા મળી રહ્યું છે કે હાથમાં એક ગેમિંગ કંસોલ છે. હાથમાંથી લોહી નીકળી રહ્યું છે. ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ નશામાં ટલ્લી આ હિરોઈનને સંભાળી નહોતા શક્યા વિકી કૌશલ

મહત્વનું છે કે તમિલ અને તેલુગૂ ભાષામાં આ ફિલ્મને અશ્વિન સરવનને ડાયરેક્ટ કરી છે. અશ્વિન થ્રીલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મને હિંદી દર્શકો માટે અનુરાગ કશ્યપે હિન્દીમાં બનાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 02:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK