હવે આવશે તૈમુરની ફિલ્મ, મમ્મી કરીના સાથે કરશે ડેબ્યુ

મુંબઈ | Apr 05, 2019, 12:36 IST

હવે તૈમુરને તેના ફેન્સ થિયેટરમાં પણ જોઈ શક્શે. કારણ કે સોશિયલ મીડિયા સેન્સેશન ક્યુટ તૈમુર અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

હવે આવશે તૈમુરની ફિલ્મ, મમ્મી કરીના સાથે કરશે ડેબ્યુ
મમ્મી કરીના કપૂર સાથે તૈમુર

તૈમુર અલી ખાન જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે, એ હવે સિલ્વસ સ્ક્રીન પર ધૂમ મચાવવા તૈયાર છે. ક્યારેક આઉટિંગ પર, ક્યારેક ઘોડેસવારી, ક્યારેક ફૂટબોલ, બાસ્કેટબોલ રમતા તૈમુરના ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. હવે તૈમુરને તેના ફેન્સ થિયેટરમાં પણ જોઈ શક્શે. કારણ કે સોશિયલ મીડિયા સેન્સેશન ક્યુટ તૈમુર અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે ટૂંક જ સમયમાં તૈમુર અલી ખાન બોલીવુડની એક ફિલ્માં દેખાશે. તૈમુર મમ્મી કરીના કપૂર સાથે અક્ષય કુમારની ફિલ્મમાં ચમકવાનો છે. તમને કિયારા અડવાણી સાથે રમતા તૈમુરનો વીડિયો કદાચ યાદ જશે. આવી જ રીતે તૈમુર શૂટ દરમિયાન મમ્મી કરીનાની સાથે દેખાતો હોય છે. ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે આ વીડિયો તૈમુરના સીન શૂટ થઈ ગયા પછીથી લેવાયેલો છે.

 
 
 
View this post on Instagram

#kiaraadvani #actress

A post shared by CelebrityLife.Insta (@celebritylife.insta) onFeb 12, 2019 at 6:37am PST

 

સૂત્રો દ્વાર મળતી માહિતી પ્રમાણે તૈમુરના બે સીન શૂટ કરાયા છે. આ બંને સીન બોલીવુડની ફિલ્મમાં તેના કેમિયો હશે, જેનું ડ્યુરેશન લગભગ 10 મિનિટનું છે. તેના સીન કરીના કપૂર અને અક્ષયકુમાર સાથે છે. સૂત્ર દ્વારા મળથી માહિતી પ્રમામે તૈમુર સેટ પર આવવાથી જ આખુ ક્રૂ ખુશખુશાલ થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ આવી છે તૈમુરની નવી હેર સ્ટાઈલ, સોશિયલ મીડિયામાં છવાયા ફોટોઝ

ફિલ્મ ગુડ ન્યૂઝ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીન કપૂર લીડ રોલમાં છે. બંને 9 વર્ષ પછી સાથે દેખાઈ રહ્યા છે. અક્ષય અને કરીનાએ છેલ્લે ગબ્બર ઈઝ બેકમાં કામ કર્યું હતું. જો કે આ ફિલ્મમાં કરીનાનો રોલ ખૂબ જ ટૂંકો હતો. આ પહેલા બંને 2009માં રિલીઝ થયેલી કમ્બખત્ત ઈશ્કમાં સાથે દેખાયા હતા. ગુડ ન્યૂઝમાં અક્ષય કરીનાની સાથે દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK