Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાહુબલી : ધ કન્ક્લુઝનને બે વર્ષ પૂરાં થવાથી મેકર્સે માન્યો સૌનો આભાર

બાહુબલી : ધ કન્ક્લુઝનને બે વર્ષ પૂરાં થવાથી મેકર્સે માન્યો સૌનો આભાર

29 April, 2019 09:18 AM IST | મુંબઈ

બાહુબલી : ધ કન્ક્લુઝનને બે વર્ષ પૂરાં થવાથી મેકર્સે માન્યો સૌનો આભાર

‘બાહુબલી : ધ કન્ક્લુઝન’

‘બાહુબલી : ધ કન્ક્લુઝન’


‘બાહુબલી : ધ કન્ક્લુઝન’ની રિલીઝને બે વર્ષ પૂરાં થવાથી મેકર્સે સૌનો આભાર માન્યો છે. આ ફિલ્મ ૨૦૧૭ની ૨૮ એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગુબટ્ટી અને અનુષ્કા શેટ્ટી જોવા મળ્યાં હતાં. એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મે અનેક રેકૉર્ડ બ્રેક કર્યા હતા. આ ફિલ્મની રિલીઝને બે વર્ષ થતાં બાહુબલી ફ્રૅન્ચાઇઝીના ઑફિશ્યલ ટ્વિટર પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ‘આ ઐતિહાસિક મહાકથાની રિલીઝને બે વર્ષ થયાં છે. આ ફિલ્મે ન માત્ર રેકૉર્ડ તોડ્યા છે, પરંતુ ભારતીય સિનેમામાં એક ઊંચું સ્થાન મેળવ્યું છે. અમને સપોર્ટ કરવા માટે, અમારા પર વિશ્વાસ મૂકવા માટે અને આટલી મોટી ફિલ્મ બનાવવા સક્ષમ સમજવા માટે અમે તમારો આભાર માનીએ છીએ. આવી રીતે જ અમને પ્રેમ આપતા રહેજો.’

આ પણ વાંચો : સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળશે રાધિકા? ચાહકો છે આતુર



આ ફિલ્મમાં રાણા દગુબટ્ટીએ ભલ્લાલદેવનું પાત્ર ભજવ્યું હતું. ટ્વિટર પર રાણાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ ફિલ્મને બે વર્ષ થયાં, જેણે મારી લાઇફ અને ભારતીય સિનેમાને હંમેશાં માટે બદલી નાખ્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 09:18 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK