સોઢીના ‘તારક મહેતા...’ શો છોડવા અંગે પ્રોડ્યૂસર આસિત મોદીએ કહ્યું આ

Published: Jun 29, 2020, 15:59 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

એવી વાતો થઇ કે એક્ટર ગુરૂચરણ સિંહ સોઢીએ આસિત મોદી જે આ શોનાં પ્રોડ્યૂસર છે તેમને પત્ર લખીને પોતે શો છોડવા માગે છે એમ જણાવ્યું છે.

એક્ટર ગુરૂચરણ સિંહ સોઢી
એક્ટર ગુરૂચરણ સિંહ સોઢી

ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  લાંબો સમયથી મનોરંજન કરી રહેલો શો છે. શોના એકેએક પાત્ર સાથે લોકો બહુ નિકટતાથી જોડાયેલા છે. તાજેતરમાં સતત ચર્ચાઓ હતી કે શોમાં ગુરૂચરણ સિંહ સોઢી જે શોમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવે છે તે શો છોડી દેવાના છે. એવી વાતો થઇ કે તેમણે આસિત મોદી જે આ શોનાં પ્રોડ્યૂસર છે તેમને પત્ર લખીને પોતે શો છોડવા માગે છે એમ જણાવ્યું છે. જો કે આસિત મોદીએ સ્પષ્ટતા કરી છે કે આવું કંઇ નથી થવાનું.

સ્પૉટબૉયમાં આવેલા એક રિપોર્ટ અનુસાર આસિત મોદીએ કહ્યું છે કે, “મને તો ખબર જ નથી કે આવી અફવાઓ કોણ ફેલાવે છે. મને ગુરૂચરણે આવો કોઇ પત્ર નથી લખ્યો. હું હાલમાં મારા લેખન કાર્યમાં બિઝી છું અને અમારું શૂટિંગ ફરી શરૂ થઇ શકે તેન તજવીજમાં પડ્યો છું.”

જ્યારે આસિત મોદીને પુછવામાં આવ્યું કે શું તેમના શોમાં કામ કરનારા કલાકારોનો પગાર કપાશે ખરો ત્યારે તેમણે કહ્યું કે તેઓ પોતાના કોઇપણ કલાકારનો પગાર કાપવાના નથી. તેમણે કહ્યું કે, “હું પ્રયત્ન કરીશ કે અમારે ભવિષ્યમાં પણ પગાર કાપ જેવા પગલાંઓ અનુસરવા ન પડે. શૂટ ચાલુ થશે તો હું કોઇપણ કલાકારને સેટ પર આવવા માટે ફોર્સ નહીં કરું કારણકે બહાર જે સંજોગો છે એ જોતા તેઓ સેટ પર આવવા માટે શ્યોર ન હોય તો તેમના આ નિર્ણયનું હું માન રાખીશ.” શોમાં લોકોને સોઢીનું પાત્ર બહુ પસંદ છે અને ઉર્જાથી ભરપૂર આ પાત્ર સાથે જેઠાલાલની દોસ્તી લોકોને બહુ ગમે છે. શોમાં તેમની પત્ની પારસી છે અને લોકોમાં આ કપલ બહુ જ પૉપ્યુલર છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK