'તારક મેહતા...'ના તારકે રાઇટર સાથે કર્યા છે લગ્ન,આ છે લવસ્ટોરી

Published: May 12, 2020, 15:51 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

શૈલેશ લોઢા પહેલા પણ ઘણી સીરિયલ્સમાં આવી ચૂક્યા છે પણ તેમને પૉપ્યુલારિટી આ શૉ દ્વારા જ મળી છે. ઉલ્લેખનીય છે કે શૈલેશ લોઢાએ એક રાઇટર સાથે લગ્ન કર્યા છે. તો જાણીએ તેમની લવલાઇફ વિશે...

શૈલેશ લોઢા (તસવીર સૌજન્ય ફેસબુક)
શૈલેશ લોઢા (તસવીર સૌજન્ય ફેસબુક)

સબ ટીવીના જાણીતાં કૉમેડી શૉમાં તારક મેહતા કા ઊલ્ટા ચશ્માંની ગણતરી થાય છે. આ શૉ છેલ્લા કેટલાય વર્ષોથી લોકોના મન પર રાજ કરેછેય શૉના બધાં જ કેરેક્ટર્સની એક્ટિંગ ખૂબ જ સરસ અને જુદી હોય છે. શૉમાં કામ કરનાર દરેક વ્યક્તિનું પાત્ર ખૂબ જ મહત્વનું છે. શૉમાં તારક મેહતાનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢાએ પણ પોતાની એક્ટિંગથી લોકોના મનમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. શૈલેશ લોઢા પહેલા પણ ઘણી સીરિયલ્સમાં આવી ચૂક્યા છે પણ તેમને પૉપ્યુલારિટી આ શૉ દ્વારા જ મળી છે. ઉલ્લેખનીય છે કે શૈલેશ લોઢાએ એક રાઇટર સાથે લગ્ન કર્યા છે. તો જાણીએ તેમની લવલાઇફ વિશે...

શૈલેશ લોઢાની લવલાઇફ
શૈલેશ લોઢાની પત્ની સ્વાતિ લોઢા એક રાઇટર છે. તે મેનેજમેન્ટ વિષય પર લખે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સ્વાતિના પુસ્તકો દ્વારા લોકોના જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે. નોંધનીય છે કે શૈલેશ અને સ્વાતિ લોઢાની એક દીકરી પણ છે, જેનું નામ સ્વરા છે. શૈલેશ લોઢાની પત્ની સ્વાતિ ટીવીજગતનો ભાગ બનવા માગતી નહોતી. શૈલેશ લોઢા અને તેમની પત્ની મૂળ રાજસ્થાનના છે. તેમની જન્મભૂમિ પણ રાજસ્થાન જ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શૈલેશનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં 15 જુલાઇ 1969ના થયો હતો. ઉલ્લેખનીય છે કે તારક મેહતા ઉર્ફે શૈલેશ લોઢા માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ એક ઉમદા કવિ, સારા કૉમેડિયન અને લેખક છે. શૈલેશ માર્કેટિંગમાં પીજી કરી ચૂક્યા છે, પણ તેમને લખવાનો અને હસાવવાનો શોખ છે અને તેમને કવિ તરીકે પણ ઓળખ મળી. શૈલેશે અત્યાર સુધી 4 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 'દિલજલે કા ફેસબુક સ્ટેટર' ખૂબ જ લોકપ્રિય થઈ છે. શૈલેશ ભારતમાં સૌથી વધુ કમાણી કરતા કવિઓમાંના એક છે.

શૈલેશ લોઢાને તારક મેહતા શૉ દ્વારા પૉપ્યુલારિટી મળી પણ આ પહેલા તેમણે 'કૉમેડી સરકસ', 'વાહ! વાહ! ક્યા બાત હૈ', 'અજબ ગજબ ઘર જમાઇ' અને 'કૉમેડી દંગલ'માં પણ કામ કર્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શૈલેશ લોઢાએ જણાવ્યું કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અનુભવ વધારે બહેતર થતો ગયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK