Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ છે આટલુ મોટુ

શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ છે આટલુ મોટુ

11 August, 2019 05:40 PM IST |

શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ છે આટલુ મોટુ

શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ છે આટલુ મોટુ


બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના ઘર મન્નતના ફોટોઝ હાલમાં જ જાહેર થયા હતા. શું તમને ખબર છે શાહરૂખ ખાનની વેનિટી વેન પણ આલીશાન બંગલાથી ઓછી નથી. વેનિટી વેનમાં બગીચાથી લઈને ખુલ્લી જગ્યા પણ આપવામાં આવી છે. શાહરૂખ ખાનની વેનિટી વેનના ચાહકો સામાન્ય લોકોથી લઈને બોલીવુડ સ્ટાર્સ પણ છે. હાલમાં જ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે શાહરુખ ખાનની વેનિટી વેન વિશેના સરપ્રાઈઝીંગ ફેક્ટ્સ જણાવ્યા હતા.

એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ સાથે વાત કરતા સ્વરા ભાસ્કરે આ વાતનો ખુલાસો કર્યો હતો. સ્વરા ભાસ્કરને બેસ્ટ વેનિટી વેન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'બિલકુલ શાહરૂખ ખાન સરની, તેમની વેનિટી વેન ઘણી મોટી અને શાનદાર છે. શાહરૂખ ખાનને દુનિયાના બધા સમાચારો સાથે માહિતગાર રહેવાનું પસંદ કરે છે. વેનિટી વેનમાં ચિલ કરાવનારા સૌથી મજેદાર વ્યક્તિ શાહરુખ ખાન છે.' સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ 1BHK જેટલું મોટુ છે.



આ પણ વાંચો: ક્રિકેટર બનવા ઈચ્છતા સુનીલ શેટ્ટી બની ગયા બોલીવુડ સ્ટાર


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર તેની આગામી ફિલ્મ શીર કોરમામાં જોવા મળશે. આ ફિલ્મમાં LGBTQ કોમ્યુનિટીના સ્ટ્રગલને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરની સાથે દિવ્યા દત્તા અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાનને હાલમાં જ મેલબોર્નમાં આયોજીત ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. શાહરુખ ખાનને એક્સીલેન્સ ઈન સિનેમા એવોર્ડથી સન્માનિત કરાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 05:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK