Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતના ડૉગીને રમાડતા દેખાયા પિતા, બહેને શૅર કરી તસવીર

સુશાંત સિંહ રાજપૂતના ડૉગીને રમાડતા દેખાયા પિતા, બહેને શૅર કરી તસવીર

24 July, 2020 12:47 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહ રાજપૂતના ડૉગીને રમાડતા દેખાયા પિતા, બહેને શૅર કરી તસવીર

સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)


અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020ના મુંબઇમાં આવેલ બાન્દ્રા સ્થિત પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી હતી. સુશાંતના નિધનને કારણે હજી પણ ઘણાં ચાહકો આઘાતમાં છે. આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. પોસ્ટમાં સુશાંતના પિતા અભિનેતાના Fudge સાથે જોવા મળે છે.

શ્વેતાએ તસવીર શૅર કરતાં લખ્યું છે કે, "Dat with Fudge." તસવીરમાં સુશાંતના પિતા ડૉગને રમાડતાં દેખાય છે. જણાવવાનું કે સુશાંત પાસે ખૂબ જ પ્રેમાળ ડૉગ હતો Fudge.Fudge સાથે સુશાંતની ખૂબ જ સારી બૉન્ડિંગ હતી. હવે જ્યારે સુશાંત આ વિશ્વમાં નથી તો Fudge સુશાંતના પિતા સાથે છે.



 
 
 
View this post on Instagram

Dad with Fudge ❤️

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) onJul 23, 2020 at 9:09am PDT


Fudgeને નામે સુશાંતની પોસ્ટ
સુશાંતને Fudge સાથે સમય પસાર કરવું ખૂબ જ પ્રિય હતું. સુશાંતે Fudgeને નામે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી- જો તું મને યાદ રાખીશ તો ભલે આખો જમાનો મને ભૂલી જાય, મને કોઇ ફેર નહીં પડે.


આ પણ જુઓ : Sushant Singh Rajput: જુઓ ટીવીથી બૉલીવુડ સુધીની સફર

આજે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સંજના સાંઘી સુશાંતના અપોઝિટ રોલમાં છે. આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર સાંજે 7.30 વાગ્યે રિલીઝ થશે. આ પહેલા સુશાંત ફિલ્મ છિછોરે અને ડ્રાઇવમાં જોવા મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 12:47 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK