ફિલ્મ અભિનેતા સલમાન ખાન બિગ-બૉસ 14માં પોતાનો જન્મદિવસ ઉજવશે. આ પ્રસંગે સલમાન ખાનના સૉન્ગ્સ પર વિકાસ ગુપ્તા, અલી ગોની, રૂબીના દિલૈક, રાહુલ વૈદ્ય અને ઘરના અનય સભ્યો પર્ફોર્મ કરતા નજર આવશે. આ વખતનો વીકેન્ડ કા વાર ઘરના સભ્યો માટે ખૂબ જ ખાસ છે. તેનું કારણ એ છે કે રવિવારે સલમાન ખાનનો જન્મદિવસ છે. આ તેમનો 55મો જન્મદિવસ છે.
View this post on Instagram
સલમાન ખાનનો જન્મદિવસ બિગ-બૉસના સેટ પર ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવામાં આવશે. બિગ-બૉસની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ અને એક્ટ્રેસ રવીના ટંડન પણ નજર આવશે. સલમાન ખાનના જન્મદિવસને ખાસ બનાવવા માટે બિગ-બૉસના કન્ટેસ્ટન્ટ સલમાન ખાનના ગીત પર ડાન્સ પણ કરશે. એમાં વિકાસ ગુપ્તા અને અર્શી ખાન 'કબૂતર જા જા' ગીત પર ડાન્સ કરશે. આ તેમની પહેલી સુપરહિટ ફિલ્મ 'મૈને પ્યાર કિયા'નું ગીત છે. તેમ જ નિક્કી તંબોલી અને અલી ગોની પણ ડાન્સ કરશે. રાખી સાવંત અને રાહુલ મહાજન ડાન્સ કરશે. જાસ્મિન ભસીનની જોડી અભિનવ શુક્લા સાથે રહેશે. રૂબીના દિલૈક અને રાહુલ વૈદ્યની જોડી સલમાન ખાનની 'કિક' ફિલ્મનું ગીત 'યાર ના મિલે' પર ડાન્સ કરશે.
View this post on Instagram
વીકેન્ડ કા વારમાં રૂબીના અને જાસ્મિન ભસીન વચ્ચે જોરદાર બોલાચાલી પણ જોવા મળશે. જાસ્મિન ભસીન રૂબીનાને કહે છે કે એને નકલી કન્ટેસ્ટન્ટનો એવૉર્ડ આપવો જોઈએ. રાહુલ વૈદ્ય પણ આ વાતની ફરિયાદ કરશે કે તે શૉ છોડીને ગયો હતો. તેમને આ માટે સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
સલમાન ખાન બૉલીવુડના અભિનેતા છે અને તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ફિલ્મો બૉક્સ ઑફિસ પર ઘણી ચાલે છે અને પસંદ કરવામાં આવે છે. સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ અને અંતિમમાં નજર આવશે. સલમાન ખાન આ ફિલ્મોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કોરોનાને કારણે તેમણે આ વર્ષે ઘણા સિંગલ રિલીઝ કરી છે.
સલમાન ખાનને પ્રૅન્ક કરવા ખૂબ જ પસંદ છે: મિકા સિંહ
27th February, 2021 16:06 ISTપૂજા દ્વારા ટાઇગર 3ની શરૂઆત કરી સલમાન અને કૅટરિનાએ
27th February, 2021 16:02 ISTTotal Timepass: શાહરુખ સાથે પઠાનનું શૂટિંગ શરૂ કર્યું સલમાને
26th February, 2021 12:20 ISTBigg Boss 14 Finaleના સેટ પર આ આઉટફિટમાં જોવા મળશે સલમાન ખાન, તસવીર થઈ લીક
21st February, 2021 16:15 IST