Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Super 30 Box Office Collection:5 દિવસ બાદ આટલું છે કલેક્શન

Super 30 Box Office Collection:5 દિવસ બાદ આટલું છે કલેક્શન

17 July, 2019 05:32 PM IST | મુંબઈ

Super 30 Box Office Collection:5 દિવસ બાદ આટલું છે કલેક્શન

Super 30 Box Office Collection:5 દિવસ બાદ આટલું છે કલેક્શન


બોલીવુડના સ્ટાર હ્રિતિક રોશનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સુપર 30 શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતા જબરજસ્ત કમાણી કરી છે. રિલીઝ થઈ ત્યારથી જ સુપર 30 બોક્સ ઓફિસ પર પોતાની હાજરી નોંધાવી રહી છે. પાંચમાં દિવસે પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.

બોક્સ ઓફિસ પર ફિલ્મના સારા પ્રદર્શનનું કારણ એ પણ છે કે દર્શકો આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કલેક્શન જોઈને એ કહેવું ખોટું નથી કે હ્રિતિક રોશનની ફિલ્મ રિલીઝ થવી એ તેમના ફેન્સ માટે કોઈ તહેવાર કરતા ઓછું નથી.



ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જાહેર કરેલા આંકડા પ્રમાણે સુપર 30એ પહેલા દિવસે 11.83 કરોડનું ઓપનિંગ કર્યું હતું. તો બીજા દિવસે ફિલ્મે 18.19 કરોડ રૂપિયા ઉસેટ્યા હતા. ત્રીજા દિવસે 20.50 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મે ચોથા દિવસે 6.94 કરોડનું કલેક્શન કર્યું. તો પાંચમા દિવસે એટલે કે મંગળવારે 6.39 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલે કે હવે ફિલ્મનું કુલ કલેક્શન 64.07 કરોડ રૂપિયા થઈ ચૂક્યુ છે.



ફિલ્મ સુપર 30 દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ખાસ કરીને ફર્સ્ટ હાફના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ સુપર 30ના પહેલા ભાગમાં આનંદ કુમારના કૉલેજના જીવનને દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેઓ સંઘર્ષ કરીને આગળ વધ્યા. ફિલ્મ અંત સુધી તમને સીટ સાથે જકડી રાખે છે. આ એ તમામ લોકો માટે જેઓ જીવનમાં સંસોધનોની કમી હોવા છતા પોતાની ઈચ્છા શક્તિના બળ પર સફળ થવાનો પ્રયાસ કરે છે. વિકાસ બહેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ લોકના મનને સ્પર્શ કરી રહી છે.

આ પણ વાંચોઃ Vrajesh Hirjee: Golmaaalના 'નાગ' છે ગુજરાતી, કરી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મ

હવે સુપર 30 બાદ હ્રિતિક રોશનની અપકમિંગ ફિલ્મ વૉરનું ટીઝર પણ રિલીઝ થઈ ચૂક્યુ છે. જેને પણ દર્શકો વખાણી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2019 05:32 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK