સની લીઓનીનો આક્ષેપ: ઍક્ટર્સ સારા મિત્રો નથી બની શકતા

Published: Mar 19, 2019, 07:19 IST

સની લીઓનીએ કહ્યું હતું કે ‘ઍક્ટર્સ અને એન્ટરટેઇનર્સ કદી પણ ઇમોશનલી કે ફિઝિકલી તમારા માટે સમય નથી ફાળવી શકતા.

સની લીઓની
સની લીઓની

સની લીઓનીનું કહેવું છે કે કલાકારો સારા મિત્રો નથી બની શકતા, કારણ કે તેમની પાસે સમય જ નથી હોતો. સેલિબ્રિટીઝ તેમની લાઇફમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના માટે પણ સમય નથી કાઢી શકતા.

આ વિશે વધુ જણાવતાં સની લીઓનીએ કહ્યું હતું કે ‘ઍક્ટર્સ અને એન્ટરટેઇનર્સ કદી પણ ઇમોશનલી કે ફિઝિકલી તમારા માટે સમય નથી ફાળવી શકતા. એથી તેઓ ક્યારે પણ સારા મિત્રો નથી બની શકતા. અન્ય વ્યક્તિની વાત તો જવા દો અમે અમારા બર્થ-ડે પણ પોતે સેલિબ્રેટ નથી કરી શકતા.’

કોઈ પણ પ્રકારની આશાઓ રાખતી નથી એ વિશે સની લીઓનીએ કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીના લોકો મારી પાસે આવીને મારી પ્રશંસા કરે એવી હું અપેક્ષા નથી રાખતી. આ જ કારણ છે કે હું કદી નિરાશ નથી થતી.’

આ પણ વાંચો : 'સાહો'ની એક્શન સિક્વેસમાં દેખાશે આ ખાસ બાઈક અને કાર

ત્રણ બાળકોની મમ્મી સનીનું કહેવું છે કે તેનાં બાïળકોને ટ્રોલ ન કરવામાં આવે. એ સંદર્ભે સની લીઓનીએ કહ્યું હતું કે ‘લોકો મારા વિશે શું કહે છે એની મને કોઈ પરવા નથી. જોકે મારી ઇચ્છા છે કે મારાં બાળકો વિશે કોઈ ખરાબ વસ્તુ ન બોલે. બાળકો પર જ્યારે આવે છે ત્યારે એ બધુ આખરે મમ્મીએ જ સહન કરવું પડે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK