Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sunil Groverને હાર બાદ પણ લાગે છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી શકે છે

Sunil Groverને હાર બાદ પણ લાગે છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી શકે છે

11 July, 2019 06:43 PM IST | મુંબઈ ડેસ્ક

Sunil Groverને હાર બાદ પણ લાગે છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી શકે છે

સુનિલ ગ્રોવર (ફાઇલ ફોટો)

સુનિલ ગ્રોવર (ફાઇલ ફોટો)


ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના કોમેડી અભિનેતા સુનિલ ગ્રોવર આજ કાલ વર્લ્ડ કપને લઇને લોકોમાં ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હજી પણ આશા છે કે વર્લ્ડ કપ જીતી શકે છે ટીમ ઇન્ડિયા. વર્લ્ડ કપના સેમીફાઇનલ મેચમાં ભારતના પરાજય પછી દરેક વ્યક્તિ નિરાશ અને હતાશ છે. જો કે લોકો જેટલા હતાશ છે તેટલાં જ ટીમ ઇન્ડિયાને સપોર્ટ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બુધવારે સાંજથી જ ટીમ ઇન્ડિયા માટે ટ્વીટ્સના પૂર આવી ગયા હોય તેવું લાગે છે. કેટલાય ચાહકો એવા છે જેને એ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આપણી ટીમ હારી ગઈ છે.

આ ચાહકોમાં જાણીતા કૉમેડિયન સુનિલ ગ્રોવર પણ સામેલ છે. મેચની પરાજયથી દુઃખી સુનિલ ગ્રોવરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કર્યું છે જેમાં તેને હજી પણ આશા છે કે ઇન્ડિયા પાસે હજી પણ એક ચાન્સ હોઈ શકે છે. સુનિલના આ ટ્વીટથી ખ્યાલ આવે છે કે હજી સુધી પણ તેને વિશ્વાસ નથી આવતો કે ભારત સેમીફાઇનલથી બહાર થઈ ગયું છે. ભારત વર્લ્ડ કપ નહીં જીતી શકે.




મેચ પૂરી થયા પછી સુનિલે ટ્વીટ કરતાં લખ્યું, થોડું ઓછું પણ મને હજી પણ ઇન્ડિયાની જીતના ચાન્સિસ લાગે છે. નવા નિયમો પ્રમાણે કંઇક તો થશે, કે ફાઇનલમાં વરસાદ પડી જાય... ડુકવર્થ અને લુઇસ કહે કે ટીમ ઇન્ડિયાની એવરેજ અત્યાર સુધીની બેસ્ટ છે... કંઇક આવું...


સુનિલ ગ્રોવરના આ ટ્વીટ પર લોકોના જુદા જુદા કોમેન્ટ્સ પણ આવી રહ્યા છે. લોકો તેને જણાવી રહ્યા છે કે ભાઈ હવે એવું કંઇ શક્ય નથી આપણે વર્લ્ડ કપ હારી ચૂક્યા છીએ. તો કોઈક કહે છે કે આપણે ભલે વર્લ્ડ કપ હારી ગયા પણ ટીમ સારું રમી. સૌથી રસપ્રદ બાબત એ છે કે સુનિલ પોતાના દરેક ચાહકની કોમેન્ટનો રિપ્લાય પણ કરે છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

જણાવીએ કે બુધવારે ન્યૂ ઝીલેન્ડે ભારતને 18 રન્સથી હરાવી દીધો. ભારતની પરાજય બાદ ચાહકો સિવાય કેટલાય બોલીવુડ સેલેબ્સે પણ ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધાર્યો છે. બોલીવુડ અભિનેતા આમિર ખાને લખ્યું, મુશ્કેલ સમય વિરાટ, બસ આજે આપણો દિવસ નહોતો. મારી માટે તો ભારત ત્યારે જ વર્લ્ડ કપ જીતી ગયો હતો જ્યારે આપણે સેમિસની નંબર 1 ટીમ તરીકે આગળ આવ્યા હતા. કાશ ગઈ કાલે વરસાદ ન પડ્યો હોત તો પરિણામ કંઇક જુદું હોત. છતાં તમે બધાં ખૂબ જ સારું રમ્યા. અમને અમારી ટીમ પર ગર્વ છે.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 06:43 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK