Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હની સિંહ ગાયબ થવા પાછળની સ્ટોરી કંઈક અલગ જ છે

હની સિંહ ગાયબ થવા પાછળની સ્ટોરી કંઈક અલગ જ છે

04 November, 2014 03:22 AM IST |

હની સિંહ ગાયબ થવા પાછળની સ્ટોરી કંઈક અલગ જ છે

હની સિંહ ગાયબ થવા પાછળની સ્ટોરી કંઈક અલગ જ છે



honey-singh




પોતાના પહેલા રિયલિટી શો સાથે આવેલા ઇન્ડિયન રૅપર-સિંગર યો યો હની સિંહ છેલ્લા એક મહિનાથી બીમાર છે અને એથી તે તેના ‘ઇન્ડિયાઝ રૉ સ્ટાર્સ’ શોને પ્રેઝન્ટ કરી શક્યો નથી. તેના સ્થાને હિમેશ રેશમિયા હાલમાં આ શો પ્રેઝન્ટ કરે છે અને હવે હની સિંહે ચૅનલને જણાવ્યું છે કે તે આ શો પૂરો કરી શકે એમ નથી. એથી બીજા કોઈને લઈને એ પૂરો કરવો પડશે. તેણે હિમેશ રેશમિયાનું નામ આપ્યું છે.

માથા અને પીઠમાં ઈજા

હની સિંહ વિદેશની ટૂર પર હતો ત્યારે તેને ઈજા થઈ હતી અને તે ટૂર અધવચ્ચેથી છોડીને આવ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે હની સિંહને માથામાં અને પીઠમાં ઈજા થઈ છે. તેને આ ઈજા માટે ટાંકા લેવા પડ્યા છે અને તેને સંપૂર્ણ આરામની સલાહ આપવામાં આવી છે, પણ તે ડૉક્ટરની હાજરીમાં શો રજૂ કરતો હતો. આ માટે સેટ પર ડૉક્ટર રાખવામાં આવતો હતો અને ચૅનલે એવી સગવડ કરી આપી હતી કે જ્યારે હની સિંહને સમય હોય ત્યારે એપિસોડનું શૂટિંગ થતું હતું. શો પહેલાં પણ ચૅનલે તેની જોરદાર પબ્લિસિટી કરી હતી. જોકે ચાર વીકથી તે શૂટિંગ માટે આવી શક્યો નથી. તેણે ત્રીજી નવેમ્બરથી આવવાની ખાતરી આપી હતી, પણ હવે તેણે અસમર્થતા દર્શાવી છે.

હિમેશ રેશમિયાનું નામ આપ્યું

હની સિંહે તેના સ્થાને વિવિધ સિંગરો અને કમ્પોઝરોનાં નામો આપ્યાં હતાં. જોકે આ શો હની સિંહનો હોવાની જાહેરાત થતી હોવાથી બીજા સિંગરો અને કમ્પોઝરો વિમાસણમાં મુકાતા હતા. વળી ચૅનલે પણ શોની જોરદાર પબ્લિસિટી કરી હતી. આ શોને લગતા તમામ નિર્ણયો હની સિંહ લેતો હતો અને સિંગરોને તૈયાર કરવાનું કામ તે કરતો હતો. તે આવી ન શકતાં તેણે સિંગર-કમ્પોઝર હિમેશ રેશમિયાનું નામ આપ્યું હતું.

સ્ટાર સાથે ફાઇટ?

જો સૂત્રોનું માનવામાં આવે તો એમ જાણવા મળે છે કે થોડા દિવસ પહેલાં હની સિંહને એક ટોચના ઍક્ટર સાથે વિવાદ થયો હતો. આ મુદ્દે તેઓ ઝપાઝપી પર ઊતરી આવ્યા હતા અને ઍક્ટરે હની સિંહનો કૉલર પકડ્યો હતો અને લાફો મારી દીધો હતો. આ ઘટના બાદ હની સિંહ શૉકમાં આવી ગયો હતો અને એથી તે કોઈ પણ ઇવેન્ટ માટે બહાર નથી આવતો. એથી તે આ રિયલિટી શો માટે પણ નથી આવતો.

જોકે હની સિંહે આ વાતને રદિયો આપતાં કહ્યું હતું કે ‘આવી કોઈ ફાઇટ થઈ નથી. મારી પીઠમાં ઇન્જરી હોવાથી હું આરામ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2014 03:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK