Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરીઓ પાસે ખેતર ખેડાવતા ખેડૂતના ઘરે સોનુ સૂદે મોકલાવ્યું ટ્રેક્ટર

દીકરીઓ પાસે ખેતર ખેડાવતા ખેડૂતના ઘરે સોનુ સૂદે મોકલાવ્યું ટ્રેક્ટર

27 July, 2020 05:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દીકરીઓ પાસે ખેતર ખેડાવતા ખેડૂતના ઘરે સોનુ સૂદે મોકલાવ્યું ટ્રેક્ટર

ખેતર ખેડતો રાવ પરિવાર અને ટ્રેક્ટર સાથે રાવ પરિવાર (તસવીર સૌજન્ય: ટ્વીટર)

ખેતર ખેડતો રાવ પરિવાર અને ટ્રેક્ટર સાથે રાવ પરિવાર (તસવીર સૌજન્ય: ટ્વીટર)


કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)એ વધુ એકવાર સાબિત કર્યું છે કે તે રીયલ હીરો છે. તાજેતરમાં અભિનેતા વધુ એક જરૂરિયાતમંદ પરિવારની મદદે આવ્યો છે. સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આંધ્રપ્રદેશના ખેડૂત પાસે બળદ ખરીદવા માટે પૈસા ન હોવાથી તે દીકરીઓ પાસે ખેતર ખેડાવતો હતો. આ વીડિયો જોઈને સોનુ સૂદે તાત્કાલિક ખેડૂતના ઘરે ટ્રેક્ટર પહોચતું કર્યું હતું.

આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલા દૂરગામી ગામમાં રહેતા ગરીબ ખેડૂત નાગેશ્વર રાવનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નાગેશ્વર રાવ પોતાની બે દીકરીઓ પાસે ખેતર ખેડાવી રહ્યો છે. તેની પાસે એટલા પૈસા નથી કે તે બળદ ભાડે લઈ શકે.




વીડિયોમાં છોકરીઓ જે મહેનતથી ખેતરને ખેડી રહી છે, તે જોઈને તમામ લોકોનું દિલ પીગળી ગયું છે. આ જોઈને સોનુનું દિલ પણ પીગળ્યું હતું. તેણે કહ્યું હતું કે, આ પરિવારને બળદની નહીં પણ ટ્રેક્ટરની જરૂર છે. એટલે તેને ટ્રેક્ટર મોકલાવું છું.


વિશેષ વાત એ છે કે, સોનુ સુદે મદદ માટે કહ્યું એના થોડાક જ સમયમાં ખેડૂના પરિવાર પાસે ટ્રેક્ટર પહોંચી પણ ગયું છે.

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2020 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK