કુણાલ ખેમૂ અને સોહા અલી ખાનના લગ્નની વર્ષગાંઠ પર તેમનો અનસીન વીડિયો

Published: Jan 25, 2020, 19:05 IST | Mumbai Desk

સોહા અલી ખાન સાથે પોતાના લગ્નની પાંચમી વર્ષગાંઠના અવસરે કુણાલ ખેમૂએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લગ્નનો એક અનસીન વીડિયો પણ શૅર કર્યો છે.

કુણાલ ખેમૂએ સોહા અલી ખાન સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આજે પોતાના લગ્નની વર્ષગાંઠ પર તેણે સોહા અલી ખાનનો દરેક વાત માટે આભાર માનતાં એક મેસેજ લખ્યો છે. સોહા અલી ખાન સાથે પોતાના લગ્નની પાંચમી વર્ષગાંઠના અવસરે કુણાલ ખેમૂએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લગ્નનો એક અનસીન વીડિયો પણ શૅર કર્યો છે.

આની સાથે જ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે, "લગ્નની વર્ષગાંઠની વધામણી. 5 વર્ષ થઈ ગયા અને આ મારી ખુશીને બધા સાથે શૅર કરવાનો આ એક સારો સમય છે. તું ખૂબ જ સારી છે અને તેની માટે તારો આભાર. હું ઘણીવાર સારો નથી રહી શકતો. બધી જ સ્માઇલ અને આંસૂઓ માટે તારો આભાર. મારી મિત્ર હોવા માટે તારો આભાર, મારી પત્ની હોવા માટે તારો આભાર. મને પિતા બનાવવા અને મને એક નવું જીવન આપવા માટે તારો આભાર."

 
 
 
View this post on Instagram

Always. @khemster2

A post shared by Soha (@sakpataudi) onJan 24, 2020 at 9:11pm PST

તેના પછી તેને વધામણી આપનારાની ભીડ લાગી ગઈ છે. આમાં રોહિત જુગરાજ, શ્રેયસ તલપડે, અમૃતા ખાનવિલકર અને આનંદ તિવારી સહિત ચાહકો અને બોલીવુડની અનેક હસ્તિઓ સામેલ છે. સોહાએ પણ ઇન્સ્ટાગ્રામ પર કુણાલને વિશ કર્યું. તેણે પોતાના લગ્નનો વધુ એક વીડિયો શૅર કર્યો અને લખ્યું, ‘હંમેશાં @ Khemster2.

કુણાલ અને સોહા પહેલી વાર ફિલ્મ 'ઢૂંઢતે રહ જાઓગે'ના સેટ પર મળ્યા હતા પણ બન્નેમાં વાતચીત ખૂબ જ ઓછી થઈ હતી. તેમની બીજી ફિલ્મ 99ના નિર્માણ દરમિયાન બન્નેની બૉન્ડિંગ થવાની શરૂઆત થઈ. બન્ને 25 જાન્યુઆરી 2015ના લગ્નના બંધનમાં બંધાયા. તેમની એક દીકરી પણ છે. જેનું નામ ઇનાયા નૌમી ખેમૂ છે અને તેનો 29 સપ્ટેમ્બર 2017ના જન્મ થયો.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

સોહા અલી ખાન સૈફ અલી ખાનની બહેન છે. સૈફ અલી ખાન પોતાની નાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે. તે ઘણીવાર સોહાના હાલ-ચાલ પૂછતો રહે છે. કુણાલ ખેમૂ ટૂંક સમયમાં જ ફિલ્મ મલંગમાં દેખાશે. આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને દિશા પટણીની પણ મુખ્ય ભૂમિકા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK