Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > Movie Review Simmba: કૉમેડી, એક્શન, રોમાંસ સાથે મેસેજ, વાંચો રેટિંગ

Movie Review Simmba: કૉમેડી, એક્શન, રોમાંસ સાથે મેસેજ, વાંચો રેટિંગ

28 December, 2018 07:56 PM IST |
પરાગ છાપેકર

Movie Review Simmba: કૉમેડી, એક્શન, રોમાંસ સાથે મેસેજ, વાંચો રેટિંગ

ધમાકેદાર ફિલ્મ છે 'સિમ્બા'

ધમાકેદાર ફિલ્મ છે 'સિમ્બા'


સ્ટાર કાસ્ટઃ રણવીરસિંહ, સારા અલી ખાન, અજય દેવગણ, આશુતોષ રાણા, સિદ્ધાર્થ જાધવ

ડિરેક્ટરઃ રોહિત શેટ્ટી



પ્રોડ્યુસરઃ કરણ જોહર, રોહિત શેટ્ટી


કમર્શિયલ ઝનમાં એન્ટરટેઈનર ફિલ્મ બનાવવી સૌથી અઘરું કામ હોય છે. કમર્શિયલ ફિલ્મની એક જ ફોર્મ્યુલા છે, ફિલ્મનો હીરો સુપરહીરો હોય છે. તેની સાથે એક હિરોઈન હોય છે, જે હીરો સાથે ગીતો ગાય છે. એક વિલન હોય છે, જેને હરાવીને હીરો પોતાનું હિરોઈઝન સાબિત કરે છે. પરંતુ આ ફોર્મ્યુલા પર સતત કંઈક નવું આપીને એન્ટરટેઈનર ફિલ્મ બનાવવી મુશ્કેલ કામ છે. પરંતુ રોહિત શેટ્ટી તેમાં નિષ્ણાંત બની ચૂક્યા છે.

સિમ્બાની સ્ટોરીમાં ભલે કંઈક નવું ન હોય, પરંતુ તેને એક અલગ ટ્રીટમેન્ટ સાથે રોહિત શેટ્ટી એક એન્ટરટેઈનર ફિલ્મ બનાવી છે. ફિલ્મની એક એક ફ્રેમ પર રોહિત શેટ્ટીની છાપ દેખાય છે. ભવ્ય ફિલ્મ બનાવવા માટે જાણીતા રોહિત શેટ્ટી સિમ્બામાં પણ કમાલ કરી છે.


મેસેજ આપે છે સિમ્બા

ફિલ્મમાં કૉમેડી છે, એક્શન છે, રોમાન્સ છે તો સાથે સાથે મેસેજ પણ છે. એક્ટિંગની વાત કરીએ તો બાજીરાવ અને અલાઉદ્દીન ખિલજીના પાત્રથી પણ રણવીર સિમ્બામાં આગળ વધ્યા છે. ઈમોશન હોય, કોમેડી હોય કે એક્શન રણવીર સિંહ દરેક સીનમાં પોતાની જાતને સાબિત કરે છે. આ યાદગાર પર્ફોમન્સ સાથે એક વાત નક્કી છે કે સિમ્બાની સફર અહીં નહીં અટકે. સિમ્બા 2, સિમ્બા 3 પણ ન આવે તો જ નવાઈ.

તો સારા અલી ખાન બોલીવુડ માટે એક ગોડ ગિફ્ટ છે, આ વાત કેદારનાથથી જ સાબિત થઈ ચૂકી છે. તો વિલનના રોલમાં સોનુ સૂદ પણ એક અલગ અંદાજમાં દેખાઈ રહ્યા છે. તેમને જોઈને સાચે જ માની બેસાય કે કોઈ વ્યક્તિ આટલો ખતરનાક હોઈ શકે, સાથે જ માનવીય પણ. મરાઠી સુપરસ્ટાર સિદ્ધાર્થ જાધવે પણ પોતાની હાજરી દર્શાવી છે. પ્રામાણિક હવાલદાર બનેલા આશુતોષ રાણા પોતાના પાત્રને એક નવી જ ઉંચાઈ પર લઈ જાય છે. મરાઠી સિનેમાના દિગ્ગજ એક્ટર અરૂણ નલાવડે અને અશ્વિની કલસેકર સહિતના તમામ એક્ટર્સે પાત્રમાં પોતાનો જીવ રેડી દીધો છે.

કમર્શિયલ ફિલ્મોની નાડ પારખી ચૂકેલા રોહિટ શેટ્ટીએ ફિલ્મમાં થોડીક જ મિનિટો માટે સિંઘના માત્ર અજય દેવગણની એન્ટ્રી કરાવીને તાલીઓ અને સીટીઓ મેળવી લીધી છે. અજય દેવગનને જોઈ તમે તમારી જાતને સીટી મારવાથી નહીં રોકી શકો. બાદશાહ, તનિષ્ક બાગચી, અમર મોહિલે સહિતના મ્યુઝિશિયન્સે ચાર્ટબસ્ટર મ્યુઝિક આપ્યું છે. જોમોન ટી જૉનની સિનેમેટોગ્રાફી ફિલ્મને ભવ્ય બનાવે છે. તો બંટી નાગીએ ફિલ્મને સુંદર રીતે એડિટ કરી છે.

સરવાળે સિમ્બા એક સરસ એન્ટરટેઈનર ફિલ્મ છે, જેને તમે સપરિવાર જોઈ શકો છો.

મિડ ડે મીટરઃ 4.5 સ્ટાર

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2018 07:56 PM IST | | પરાગ છાપેકર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK