Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Gangs Of Filmistanમાં હું કામ કરીશ પણ સુનિલ ગ્રોવર સાથે નહી

Gangs Of Filmistanમાં હું કામ કરીશ પણ સુનિલ ગ્રોવર સાથે નહી

31 August, 2020 03:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gangs Of Filmistanમાં હું કામ કરીશ પણ સુનિલ ગ્રોવર સાથે નહી

શિલ્પા શિંદે અને સુનિલ ગ્રોવર

શિલ્પા શિંદે અને સુનિલ ગ્રોવર


ભાભીજી ઘર પર હૈ સિરિયલથી ફેમસ થયેલી શિલ્પા શિંદે (Shilpa Shinde) વિવાદોમાં રહે છે. હવે Gangs Of Filmistanમાં તેની સાથે નવુ પ્રકરણ બન્યું છે. શિલ્પા આ શો છોડવાનું વિચારી રહી છે જેનું કારણ પણ શિલ્પાએ સ્પષ્ટ કર્યું છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેના ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું કે, મે આ શો કરતા પહેલા એક શરત મૂકી હતી કે હું સુનિલ ગ્રોવર (Sunil Grover) સાથે કામ નહીં કરું. પરંતુ નિર્માતાઓએ મારી સાથે છેતરપિંડી કરી છે. મારી આ પહેલી શરત હતી જેમાં નિર્માતાઓ સંમત થયા હતા પરંતુ હવે બને બહારથી ખબર પડી છે કે સુનિલ ગ્રોવર પણ આ શોનો ભાગ છે.



તેણે ઉમેર્યું કે, મે તે લોકોને કહ્યું કે મને આખા કાસ્ટથી અવગત કરાવે, તે પછી જ મને શાંતિ થશે. પરંતુ તે લોકો મને સમજાવવા લાગ્યા કે તમારી સાથે તેનો (સુનિલ) કોઈ લિન્ક નથી. જ્યારે એ હશે ત્યારે તમારે કંઈ કરવાનું નહી હોય. આખો એક્ટ એ સંભાળી લેશે.


શિલ્પાએ કહ્યું કે, અમને ક્યારે પણ સ્ક્રિપ્ટ આપવામાં આવતી નથી. જેથી અમે સારુ પર્ફોર્મ કરી શકતા નથી. હુ ક્રાઉટમાં બેસીને તાળી પાડવા માટે કમબૅક નથી કરી રહી. કામના કલાકો બાબતે પણ ફરિયાદ કરતા શિલ્પા શિંદેએ કહ્યું કે, અમે સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી શૂટિંગ કરીએ છીએ. હવે આ એસોસિયેશનના લોકો ક્યાં છે એ મને ખબર નથી. શું હવે આ લોકો અમને નોટિસ નથી કરતા. અમારી ઈમેજ ખરાબ કરવામાં આવે છે પરંતુ જ્યારે અમે 12 કલાકથી પણ વધુ સમય સુધી કામ કરીએ ત્યારે કોઈ સવાલ કરતુ નથી. આર્ટિસ્ટ્સ સતત કામ કરવાથી થાકી જાય છે. અમને કહેવામાં આવ્યું હતું કે અઠવાડિયામાં ફક્ત બે દિવસ શૂટિંગ કરવામાં આવશે પરંતુ હવે દરરોજ થાય છે. આવી રીતે હું શો ન કરી શકું. આ ભલે કોમેડી શો હોય પરંતુ જે ચાલી રહ્યું છે તેનાથી હુ ખુશ નથી. હુ આવી રીતે કામ ન કરી શકું. નિર્માતાઓ મને ખોટુ બોલ્યા છે. હુ મારા કોન્ટ્રેક્ટ માટે થઈને કામ નથી કરતી પરંતુ મારા હાર્ટથી એક્ટિંગ કરું છું. એવો કન્સેપ્ટ જેમાં સુનિલજી અમને કોમેડી કરતા જોએ તેમાં મને રસ નથી.

શિલ્પાએ ઉમેર્યું કે, મે પ્રિતી સિમોસ (પ્રોડ્યુસર્સમાંની એક) સાથે વાત કરી છે હવે જોઈએ શું થાય છે. શોમાં બધા લોકો મહેનત કરી રહ્યા છે અને હું કોઈની પણ મહેનતને જોખમમાં મૂકવા માગતી નથી. કાલ ઉઠીને આ શોમાં હું ના રહુ તો પણ આ શો સારી રીતે ચાલવો જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2020 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK