Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટીના ટીકટોક વિડિયોએ જીત્યા લોકોના દિલ, પ્રથમ 50માં સ્થાન

શિલ્પા શેટ્ટીના ટીકટોક વિડિયોએ જીત્યા લોકોના દિલ, પ્રથમ 50માં સ્થાન

16 May, 2020 05:22 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિલ્પા શેટ્ટીના ટીકટોક વિડિયોએ જીત્યા લોકોના દિલ, પ્રથમ 50માં સ્થાન

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના ફની અને સૈસી ટિકટોક વિડિયોથી પ્રથમ 50માં સ્થાન મેળવી લીધુ છે. મહામારીના આ સમયમાં પણ પોતાના ટિકિટોક વિડિયો દ્વારા લોકોના ચહેરા પર ખુશી લાવતી શિલ્પાના ટિકટોક પર 1.73 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. વૈશ્વિક સ્તરે અભિનેત્રીના અકાઉન્ટે પ્રથમ 50મા સ્થાન મેળવ્યું છે. પ્રથમ 50ની યાદીમાં હૉલીવુડના ધ રૉક (2.42 કરોડ ફોલોઅર્સ), વિલ સ્મિથ (2.31 કરોડ ફોલોઅર્સ) અને સેલેના ગોમ્ઝે (1.84 કરોડ ફોલોઅર્સ)નું પણ નામ છે.

શિલ્પા પતિ રાજ કુન્દ્રા અને દિકરા વિવાદ સાથે પણ ટિકટોક વિડિયો બનાવતી હોય છે. તેના ટિકટોક વિડિયોમાં બહેન શમિતા શેટ્ટી પણ અનેકવાર જોવા મળે છે.



આ વિષે શિલ્પાએ કહ્યું હતું કે, અત્યારે આપણે સહુ એક બહુ જ અસામાન્ય સ્થિતિમાં જીવી રહ્યાં છીએ. વાયરસ અને તેવી વાતો આપણને પરેશાન કરે છે પરંતુ બીજી પણ એવી ઘણી વાતો છે જે આપણને પોઝીટીવ બનવામાં મદદરૂપ થાય છે. આ સંકટના સમયમાં રાહતના ધોરણે અને પોતાની જાતનુ મનોરંજન કરવા માટે વે વિડિયો બનાવવાનો નિર્ણય લીધો. પતિને પણ બલીનો બકરો બનાવીને આમા સહભાગી કર્યા એમ શિલ્પાએ હસતા હસતા કહ્યું હતું. કારણકે રાજ જ એકમાત્ર અભિનેતા છે જે મને લોકડાઉનમાં મળ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2020 05:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK