શેખર સુમન તેના દીકરા અધ્યયન સુમનના સુસાઇડના ખોટા સમાચાર વિરુદ્ધ હવે એક ન્યુઝ ચૅનલ સામે લીગલ ઍક્શન લેશે. તેણે આ ન્યુઝને ટીવી પર જોયા હતા અને તેણે તરત જ તેના દીકરાને ફોન કર્યો હતો. જોકે તેને ફોન ન લાગતાં તેઓ બધા ડરી ગયા હતા. આ સમાચારની ક્લિપ ટ્વિટર પર શૅર કરીને શેખર સુમને ઘણાંબધાં ટ્વીટમાં કહ્યું હતું કે ‘આ સમાચારથી અમારું હજારો વાર મૃત્યુ થયું છે. આ પ્રકારના શૉકિંગ ન્યુઝની ફૅમિલી પર ખૂબ જ ખરાબ અસર થાય છે. આ ગેરજવાબદારીભર્યા કામની સામે હું તેમની સામે લીગલ ઍક્શન લઈ રહ્યો છું. હું જ્યારે તેમની સામે ગેરજવાબદારીભર્યા વર્તન સામે ઍક્શન લઈ રહ્યો છું ત્યારે હું ઇચ્છું છું કે મીડિયા વધુ જવાબદાર બને અને આ રીતે લોકોના જીવન સાથે રમવાનું બંધ કરે. તેમના ઇન્ટરેસ્ટને કારણે લોકોનું જીવન બરબાદ થઈ શકે છે. એ ચૅનલના કેટલાક રેગ્યુલર જર્નલિસ્ટ દ્વારા રૅન્ડમ માફી માગવામાં આવી હતી જેનો હું સ્વીકાર નથી કરતો. તેમના બૉસને શરમ આવવી જોઈએ અને તેમના દ્વારા થયેલી આ ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. જો તેમણે કોઈ મોટા પૉલિટિશ્યન સાથે આવું કર્યું હોત તો શું થાત એ તમે ઇમૅજિન કરી શકો છો.’
હું કોઈ પણ વસ્તુને ગંભીરતાથી નથી લેતો : રાઘવ જુયાલ
25th February, 2021 14:00 ISTહું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા
25th February, 2021 13:57 ISTમારે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝ ડિરેક્ટ કરવી છે : ધર્મેશ યેલાન્ડે
25th February, 2021 13:51 ISTફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
25th February, 2021 13:45 IST