Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Viral Video: શાહિદની 20 વર્ષ જૂની એડનો વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ

Viral Video: શાહિદની 20 વર્ષ જૂની એડનો વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ

03 August, 2019 03:32 PM IST | મુંબઈ ડેસ્ક

Viral Video: શાહિદની 20 વર્ષ જૂની એડનો વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ

શાહિદ કપૂર (તસવીર સૌજન્ય યૂ ટ્યુબ વીડિયો)

શાહિદ કપૂર (તસવીર સૌજન્ય યૂ ટ્યુબ વીડિયો)


શાહિદ કપૂરની 20 વર્ષ જૂની એડનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવાન શાહિદ ખૂબ જ જુદો દેખાય છે.

બ્લૉકબસ્ટર ફિલ્મ 'કબીર સિંહ'માં પોતાની બૉડી અને એક્ટિંગની છાપ મૂકનાર શાહિદ કપૂરે પોતાના કરિઅરની શરૂઆત ઘણાં નાના રોલથી કરી હતી. શાહિદ કપૂરે પોતાના સ્ટ્રગલના દિવસોમાં ઘણી કમર્શિયલ એડ પણ કરી જેમાંથી 20 વર્ષ જૂની એડનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.




બોલીવુડના ટેલેન્ટેડ એક્ટર્સની લિસ્ટમાં મોખરે રહેતા શાહિદ કપૂરે પોતાના કરિઅરને શરૂ કરતાં પહેલા ખૂબ જ મહેનત કરી છે. શાહિદને ફિલ્મ 'તાલ' અને 'દિલ તો પાગલ હૈ' જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે. તે સમયે કોઇને પણ ખ્યાલ ન હતો કે આ છોકરો એક દિવસ આટલું નામ કમાવી શકશે. શાહિદની એક એડનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે 20 વર્ષ જૂના યુવાન શાહિદ કપૂરને જોઇ શકો છો. આ એડ એક ડિટરજન્ટ પાઉડરની છે.


આ પહેલા પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનેત્રી આયેશા ટાકિયા સાથે પણ શાહિદ કપૂરે એક એડ કરી છે. જણાવીએ કે 21 જૂનના રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' 277 કરોડ રૂપિયાનું બિઝનેસ કરી ચૂકી છે. આ સાથે જ શાહિદ કપૂરની આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે.

આ પણ વાંચો : Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

શાહિદ કપૂરે 2003માં આવેલી કેન ઘોષની ફિલ્મ 'ઇશ્ક વિશ્ક' સાથે પોતાનું બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. આ રોલ માટે શાહિદને ફિલ્મફેરમાં બેસ્ટ ડેબ્યૂ મેલનો એવૉર્ડ પણ મળ્યો હતો. આ પછી શાહિદે સતત ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી. તાજેતરમાં જ આવેલી કબીર સિંહ શાહિદની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 03:32 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK