Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કબીર સિંહ બાદ શાહિદ કપૂર પાસે એક પણ ફિલ્મ નથી

કબીર સિંહ બાદ શાહિદ કપૂર પાસે એક પણ ફિલ્મ નથી

17 June, 2019 05:30 PM IST | મુંબઈ

કબીર સિંહ બાદ શાહિદ કપૂર પાસે એક પણ ફિલ્મ નથી

શાહિદ કપૂર (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

શાહિદ કપૂર (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)


શાહિદ કપૂર (Shahid Kapoor)ની કમીને, ઉડતા પંજાબ, જબ વી મેટ ફિલ્મો દર્શકોને ખૂબ જ ગમી હતી. આશ્ચર્યની વાત એ છે કે પર્ફેક્ટ બૉડી, ટેલેન્ટ અને કેટલીય સારી ફિલ્મો આપ્યા છતાં શાહિદના કરિઅર ગ્રાફ ઉપર વધવાને બદલે ઝડપભેર નીચે પડતો જોવા મળે છે.

શાહિદની ફિલ્મી કરીઅરનો ગ્રાફ ઉપર જવાને બદલે નીચે જઇ રહ્યો છે
શાહિદ કપૂર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી ટેલેન્ટેડ અને ફિટ એક્ટર્સમાંનો એક છે. શાહિદ કપૂરે પોતાના કરિઅરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. શાહિદની કમીને, ઉડતા પંજાબ, જબ વી મેટ દર્શકોને ખૂબ જ પસંદ આવેલી ફિલ્મો છે. આશ્ચર્યની વાત એ છે કે પર્ફેક્ટ બોડી, ટેલેન્ટ અને ઘણી સારી ફિલ્મો આપ્યા પછી પણ શાહિદનો કરિઅર ગ્રાફ ઉપર ચડવાને બદલે નીચે લથડી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં પોતાના કરિઅરને લઇને શાહિદ કપૂરે પોતાના આ દુઃખનો ઉભરો ઠાલવ્યો.



કબીર સિંહ પછી નથી કોઈપણ ફિલ્મ
શાહિદ કપૂરે તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કબીર સિંહ પછી તેની પાસે કોઇ પણ ફિલ્મ નથી. તે આ ફિલ્મ કર્યા પછી નવરો છે. શાહિદે કહ્યું, "અત્યારે મારી પાસે કરવા માટે કંઇ કામ નથી કારણકે મારી પાસે કોઈ ફિલ્મ નથી. મને નથી ખબર કે હું આગળ શું કરીશ. જો કે, ફિલ્મ ન કરવા સિવાય પણ મારી પાસે કરવા માટે બીજી ઘણી વસ્તુઓ હોય છે."


 
 
 
View this post on Instagram

A post shared by Shahid Kapoor (@shahidkapoor) onJun 15, 2019 at 4:56am PDT


બૉક્સર ડિંગ્કો સિંહની બાયોપિકમાં કરવું છે કામ
તો બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે શાહિદ ભારતીય બૉક્સર ડિંગ્કો સિંહની બાયોપિક ફિલ્મમાં કામ કરવા માગે છે. આ ઇન્ડિયાનો પહેલો અને એકમાત્ર ગોલ્ડ મેડલિસ્ટ બૉક્સર છે.

અભિનેત્રી કિયારા અડવાણી સાથે રોમાન્સ કરતો જોવા મળશે
શાહિદની ફિલ્મ કબીર સિંહની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકોમાં આ ફિલ્મને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. શાહિદ કપૂર અત્યારે પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે અભિનેત્રી કિયારા અડવાણી સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

આ પણ વાંચો : સારા અલી ખાનના ઘરેથી આ હાલતમાં બહાર નીકળ્યો કાર્તિક આર્યન

જણાવીએ કે ફિલ્મ કબીર સિંહ તેલુગૂ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે. શાહિદની ફિલ્મ કબીર સિંહ આ મહિને 21 જૂનના રિલીઝ થઇ રહી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શાહિદની ફિલ્મ કબીર સિંહ તેના કરિઅરમાં નવો ઉછાળ લાવી શકશે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 05:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK