Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાનના ઘરેથી આ હાલતમાં બહાર નીકળ્યો કાર્તિક આર્યન

સારા અલી ખાનના ઘરેથી આ હાલતમાં બહાર નીકળ્યો કાર્તિક આર્યન

17 June, 2019 04:32 PM IST |

સારા અલી ખાનના ઘરેથી આ હાલતમાં બહાર નીકળ્યો કાર્તિક આર્યન

સારા અલી ખાન અને કાર્તિક આર્યન

સારા અલી ખાન અને કાર્તિક આર્યન


જ્યારે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાને 'લવ આજ કલ 2'ની શૂટિંગ શરૂ કરી છે ત્યારથી બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ રહી છે. બન્ને પબ્લિક સામે તો ઓછા જોવા મળે છે, પણ બન્નેને લોકોની નજરથી છૂપાઇને મળતા ઘણી વાર જોવાયા છે. બન્ને કારમાં જ્યારે પણ સાથે સ્પૉટ થાય છે ત્યારે પોતાનું મોઢું મીડિયાથી છુપાવી દેતાં હોય છે.

આ હાલતમાં જોવા મળ્યો કાર્તિક
કાર્તિક આર્યન ઘણી વાર સારા અલી ખાનના ઘરની બહાર દેખાયો છે. તાજેતરમાં કાર્તિક, સારાના ઘરની બહાર જોવા મળ્યો. કાર્તિકની જે તસવીરો સામે આવી છે તેને જોઇને એવું લાગે છે કે તે ઉઠીને સીધો ઘરની બહાર આવી ગયો હોય.



 
 
 
View this post on Instagram

Sleepy Head @kartikaaryan snapped exiting #SaraAliKhan house today evening #sunday #photooftheday #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) onJun 16, 2019 at 9:32am PDT


કાર્તિક અને સારા ટૂંક સમયમાં જોવા મળશે એક સાથે
કાર્તિકે બ્લેક કલરની ટીશર્ટ અને લોઅર પહેર્યું છે અને તેના વાળ પણ વીખેરાયેલા છે. આ તસવીરોમાં જો કે સારા કાર્તિક સાથે દેખાતી નથી. જણાવીએ કે કાર્તિક અને સારા ટૂંક સમયમાં જ 'લવ આજ કલ 2'માં સાથે જોવા મળશે. અત્યારે ફિલ્મની શૂટિંગ ચાલી રહી છે.


આ પણ વાંચો : કાર્તિક આર્યનના વાળ પર ચાલી કાતર, નવા લૂકમાં ઓળખાણ મુશ્કેલ

ઉલ્લેખનીય છે કે કાર્તિક આગામી ફિલ્મ 'લવ આજકલ 2'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલની સિક્વેન્સ છે. આ ફિલ્મ પણ ઇમ્તિયાઝ અલી ડાયરેક્ટ કરે છે. ફિલ્મમાં કાર્તિક આર્યન સામે સારા અલી ખાન પણ દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 04:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK