પિતા બન્યા બાદ શાહિદ કપૂરે માતા-પિતાની માંગી માફી, જાણો કેમ?

Published: Oct 13, 2019, 16:01 IST | મુંબઈ

પિતા બન્યા બાદ શાહિદ કપૂરે પોતાના માતા પિતાની માફી માંગી છે. જાણો તેણે આવું કેમ કર્યું!

શાહિદ કપૂર
શાહિદ કપૂર

બોલીવુડ એક્ટર શાહિદ કપૂર જેટલા સારા અભિનેતા છે એટલા જ સારા પિતા છે. ફિલ્મના બિઝી શેડ્યૂલની વચ્ચે પણ તે પરિવારને સમય આપે છે. પત્ની મીરા રાજપૂત અને બાળકો સાથે તેની તસવીરો પણ સામે આવતી રહે છે. પરંતુ પિતા બનવું કેટલું મુશ્કેલ છે એ વાત શાહિદને કદાચ હવે સમજાઈ છે. ફિલ્મફેર સાથે વાત કરતા તેણે પોતે આ વાતનો સ્વીકાર કરતા કહ્યું છે કે, તેઓ પહેલા બહુ જ સ્વાર્થી હતા, પરંતુ પિતા બન્યા બાદ તેના સ્વભાવામાં ફેરફાર થયો છે.

 
 
 
View this post on Instagram

Grateful for the year that made us complete ✨ Happy New Year

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) onJan 1, 2019 at 7:37am PST


વેબસાઈટ સાથેની વાતચીતમાં શાહિદે કહ્યું કે, હું પહેલા બહુ જ સ્વાર્થી વ્યક્તિ હતો. હું માત્ર મારા વિશે જ વિચારતો હતો, પરંતુ હવે પોતાના પહેલા હું પરિવારનું ધ્યાન રાખું છું. પિતા બન્યા બાદ તમે પહેલા બાળકો અને પરિવારની પરવા કરો છો. અનેક વાર એ સારું હોય છે પરંતુ અનેક વાર તે તમને પરેશાન પણ કરી દે છે. ક્યારેક ક્યારેક તમે ઈચ્છો છો કે આપણે પોતાનો પહેલા ખ્યાલ રાખીએ કારણ કે દરેક વ્યક્તની પોતાની એક સ્પેસ હોય છે, મે આ કશમકસનો સામનો બહુ જ કર્યા છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

હું મારા માતા પિતાની ઈજ્જત જેટલી પહેલા કરતો હતો તેનાથી વધારે કરું છું. પિતા બન્યા બાદ મને સમજવામાં આવ્યું છે કે તેમણે અમારા માટે શું શું કર્યું છે. હું જાણું છું કે તેમની માફી માંગવા માંગું છું. હું કહેવા માંગું છું કે, 'મા પાપા મે તમને જેટલા પરેશાન કર્યા છે તેના માટે મને માફ કરી દો. સૉરી'. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂર હાલમાં જ ફિલ્મ કબીર સિંહમાં નજર આવ્યા હતા. જે તેની કરિઅરની બેસ્ટ ફિલ્મમાંથી એક સાબિત થઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK