ચાહકોને આ વર્ષે બિગ સ્ક્રીન પર મળશે શાહરુખ ખાન

Published: 3rd January, 2021 17:26 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સૌને ન્યુ યરની શુભેચ્છા આપતાં તેણે એક વિડિયો-મેસેજ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

શાહરુખ ખાન
શાહરુખ ખાન

શાહરુખ ખાને ૨૦૨૧માં બિગ સ્ક્રીન પર મળવાની વાત કરી છે. સૌને ન્યુ યરની શુભેચ્છા આપતાં તેણે એક વિડિયો-મેસેજ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયોમાં શાહરુખ કહી રહ્યો છે કે ‘નવુ વર્ષ આવી ગયું છે. ૨૦૨૦નું વર્ષ સૌને માટે ખરાબ હતું. આ કપરા સમયમાં આશાનું કિરણ અને સકારાત્મકતા મળવાં અઘરાં હતાં. જોકે કપરા સમય સામે જોવાનો મારો દૃષ્ટિકોણ અલગ છે. મારું માનવું છે કે જ્યારે આપણે ખરાબ તબક્કામાંથી પસાર થઈએ છીએ એવા સમયમાં માત્ર આગળ વધવું જોઈએ એથી ૨૦૨૦માં જેકાંઈ થયું એ હવે ભૂતકાળ છે. ૨૦૨૧ મોટું, સારું, ઉજ્જ્વળ અને સુંદર રહેવાનું છે. ૨૦૨૦એ આપણને એક વાત શીખવી છે કે ખરી મજા રિયલ લોકો સાથે આવે છે. ઉદાહરણ તરીકે તમારી ફૅમિલી, તમારા ફ્રેન્ડ્સ, તમારા પ્રિયજનો અને વર્ચ્યુઅલી જે તમારા દુશ્મનો બને છે. કોઈનો પક્ષ લેવો અને ઑનલાઇન ઝઘડા કરવામાં મજા આવે છે. સમય વહી જાય છે એ રોકાતો નથી. ૨૦૨૧માં સૌને ભરપૂર ખુશી, આનંદ અને શાંતિ મળે. આ વર્ષે રોમૅન્ટિક, સહાનુભૂતિ દેખાડીએ, વ્યાવહારિક, લોકતાંત્રિક અને મજેદાર બનીએ. પાર્ટી કરો, પરંતુ એમાં ગળાડૂબ ન બનતા. વધારે પડતું ડ્રિન્ક કરતા નહીં, રસ્તા પર કપડાં ઉતારીને દોડતા નહીં. શક્ય છે કે તમારી ધરપકડ કરવામાં આવે. સાથે જ એવું પણ બની શકે કે તમે સવારે જાગો અને તમારો ફોન જ ખોવાઈ ગયો હોય. તો ચાલો હવે હું તમને ૨૦૨૧માં બિગ સ્ક્રીન પર મળવા આવીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK