રિયાધના જૉયફોરમ 19માં શાહરુખ ખાનને કરવામાં આવ્યો સન્માનિત

Published: 16th October, 2019 12:47 IST | નવી દિલ્હી

સાઉદી અરબનાં રિયાધમાં આયોજિત જૉયફોરમ19ની ઇવેન્ટમાં શાહરુખ ખાનને સન્માનિત કરવામાં આવ્યો છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન

સાઉદી અરબનાં રિયાધમાં આયોજિત જૉયફોરમ19ની ઇવેન્ટમાં શાહરુખ ખાનને સન્માનિત કરવામાં આવ્યો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાનને કારણે શાહરુખને આ સન્માન મળ્યું છે. પોતાને મળેલા સન્માન બાદ ત્યાંના મંચ પર તે સૌનો આભાર વ્યક્ત કરે છે. એના એક વિડિયોમાં શાહરુખ કહી રહ્યો છે કે ‘મારા પર અને મારા કલીગ્સ જૅકી ચેન, જેસન મોમોઆ અને જીન ક્લૉડ વૅન ડૅમ પર અપાર પ્રેમ અને ઉમળકો અહીં વરસાવવામાં આવ્યો છે. સાઉદી અરેબિયામાં આ અમારી પહેલી ટ્રિપ છે. અમને આટલો પ્રેમ આપવા બદલ સૌનો આભાર. સાઉદી અરેબિયામાં સિનેમાનો વિસ્તાર થયો છે. તમારા પાસે અનેક સ્ટોરીઝ છે. આપણે ટેક્નૉલૉજીની સાથે જ ફિલ્મો અને એન્ટરટેઇનમેન્ટ સહિત દરેક બાબતમાં એકસાથે આગળ વધવા માટે તત્પર છીએ.’

આ પણ જુઓ : Happy Birthday Dreamgirl: જાણો હેમા માલિનીના જીવનની ખાસ વાતો...

ટ્‍‍વિટર પર શાહરુખ ખાનના થયા ૩૯ મિલ્યન ફૉલોઅર્સ

શાહરુખ ખાનના ટ્‍‍વિટર પર ફૉલોઅર્સની સંખ્યા ૩૯ મિલ્યન સુધી પહોંચી ગઈ છે. એથી તેના ફૅન્સને પૉઝિટિવ રહેવાની અને પ્રેમને અવિરત રાખવાની સલાહ આપતાં શાહરુખે સૌનો આભાર માન્યો છે. પોતાનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘પ્રેમનો પ્રવાહ અવિરત વહેવો જોઈએ. સકારાત્મક દૃષ્ટિકોણને બમણો કરો. તમારી જાતને હંમેશાં ખુશ રાખો. એથી દરેક વસ્તુ એટલી જ સુંદર દેખાશે જેટલી તમે એને જોવા માગો છો.

લવ યુ ઑલ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK