Happy Birthday Dreamgirl: આ ગોર્જિયસ અભિનેત્રીને ધર્મેન્દ્રની બીજી પત્ની થવું મંજુર હતું
Updated: 16th October, 2020 13:02 IST | Chirantana Bhatt
રાજ કપૂર સાથેની ફિલ્મ સપનો કા સૌદાગરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હેમા માલિની સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમગર્લ, સત્તે પે સત્તા જેવી ફિલ્મોથી જાણીતા બન્યા. તેમની ફ્લૉલેસ બ્યુટી માટે તેમને ડ્રીમ ગર્લનું ઉપનામ આપવામાં આવ્યું હતું.
1/16
1979માં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. તેમને ઈશા અને આહના નામની દીકરીઓ છે.
2/16
ઈશા દેઓલ અભિનેત્રી છે જેણે બિઝનેસમેન ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યા છે.
3/16
હેમા માલિનીની નાની દિકરી આહના શાસ્ત્રીય નૃત્યાંગના છે. તેણે વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા છે.
4/16
બોલીવુડની ડ્રીમગર્લે કારકિર્દીની શરૂઆતમાં રીજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. હેમા માલિનીએ પહેલી ફિલ્મ સાઉથમાં જયલલિતા સાથે કરી હતી.
5/16
હેમા માલિની કહે છે, ડિરેક્ટરે મારી સાથે 15 દિવસ સુધી શૂટિંગ કર્યું અને પછી મારા બદલે બીજા કોઈને લઈ લીધી. એ સમયે હું ખૂબ નાની હતી અને હું ડીપ્રેશનમાં જતી રહી હતી. જો કે હું ડીપ્રેશનનો શિકાર નહોતી બની કારણ કે મને ખબર નહોતી કે ડીપ્રેશન શું છે.
6/16
રશિયામાં રાજ કપૂરની લોકપ્રિયતા સૌ કોઈ જાણે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે હેમા માલિની પણ એટલા જ લોકપ્રિય છે.
7/16
અંધા કાનૂન હેમા માલિનીની પહેલી એવી ફિલ્મ હતી જેમાં તેની સામે કોઈ હીરો નહોતો. આ ફિલ્મમાં તેઓ રજનીકાંતના બહેનની ભૂમિકામાં હતા.
8/16
હેમા માલિની અને દેવ આનંદ ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે.
9/16
સંજીવ કુમાર સાથે હેમા માલિનીએ સીતા ઔર ગીતા, શોલે જેવી ફિલ્મો કરી છે.
10/16
હેમા માલિનીના તેમના તમામ સહકલાકારો સાથે સારા સંબંધો છે. પરંતુ તેમની આત્મકથા પ્રમાણે તેમનો રાજેશ ખન્ના સાથે કામ કરવાનો અનુભવ સારો નહોતો રહ્યો. તેમનો એટિટ્યુડ તેમને નહોતો પસંદ આવ્યો.
11/16
હેમા માલિની અને અમિતાભ બચ્ચન સત્તે પે સત્તા, ગેહરી ચાલ, બાગબાન જેવી ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે.
12/16
હેમા માલિનીના રાજનૈતિક કરીઅરની વાત કરીએ તો તેમણે 1999માં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. 2004માં તેઓ પક્ષમાં જોડાયા હતા.
13/16
હેમા માલિની 2003 થી 2009 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા, તેમને તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે નોમિનેટ કર્યા હતા.
14/16
2010માં હેમા માલિનીને ભાજપના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.
15/16
હાલ હેમા માલિની મથુરાથી ભાજપના સાંસદ છે.
16/16
ફોટોઝ વિશે
આજે સદાબહાર અભિનેત્રી 72 વર્ષના થયા ત્યારે ચાલો જોઈએ તેના કેટલાક ખૂબસુરત ફોટોસ અને જાણીએ તેમના જીવનની મહત્વની વાતો. (તમામ તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK