Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભાઇ ઇબ્રાહિમ ખાન સાથે બિકિનીમાં દેખાઇ સારા અલી ખાન, લોકોએ કરી ટ્રોલ

ભાઇ ઇબ્રાહિમ ખાન સાથે બિકિનીમાં દેખાઇ સારા અલી ખાન, લોકોએ કરી ટ્રોલ

06 March, 2020 03:03 PM IST | Mumbai Desk

ભાઇ ઇબ્રાહિમ ખાન સાથે બિકિનીમાં દેખાઇ સારા અલી ખાન, લોકોએ કરી ટ્રોલ

સારા અલી ખાને શૅર કરી ભાઇ સાથે તસવીર

સારા અલી ખાને શૅર કરી ભાઇ સાથે તસવીર


બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન કદાચ એક જ એવી અભિનેત્રી છે જેને સૌથી ઓછી ટ્રોલ કરવામાં આવે છે. સારા, ટ્રોલર્સના નિશાને ઓછી જ આવે છે. પણ તાજેતરમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કંઇક એવી તસવીરો શૅર કરી જેના કારણે લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

હકીકતે, 5 માર્ચના સારા અલી ખાનના ભાઇ ઇબ્રાહિમ અલી ખાનનો જન્મદિવસ હતો. આ અવસરે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરી જેમાં તે ઇબ્રાહિમ સાથે બિકિનીમાં દેખાય છે. સારાની આ તસવીરો માલદીવ્સના વેકેશન દરમિયાનની છે. સારાએ ઇબ્રાહિમ સાથે બે તસવીરો શૅર કરી છે અને બન્ને તસવીરોમાં તે બિકિનીમાં દેખાય છે. અભિનેત્રીની આ બિકિની ફોટોઝ જોઇને લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકોને આ વાત પર વાંધો છે કે સારા પોતાના ભાઇ સાથે છે ત્યારે બિકિની પહેરી છે.



Sara Ali Khan


સારાની તસવીરો પર લોકો જુદાં જુદાં પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઇક તેને યોગ્ય કપડાં પહેરવાની સલાહ આપે છે, તો કોઇક તેના ભાઇ સામે બિકિની ન પહેરવાની વાત કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવા પણ છે જે સારાને ધર્મને લઈને પણ ટ્રોલ કરી રહ્યા છે.


સારાએ લખ્યું હતું ભાઇ માટે સરસ કૅપ્શન
પોતાના ભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં સારા અલી ખાને લખ્યું, "જન્મદિવસની શુભેચ્છાઓ ભાઇ. તું જેટલું જાણે છે હું તને તેના કરતાં પણ વધારે પ્રેમ કરું છે. આજે તને ખૂબ જ મિસ કરું છું. કાશ હું તારી સાથે હોત."

આ પણ વાંચો : coronavirus effect: ગુજરાત સરકારે લીધાં મોટા પગલા, અમદાવાદના ક્લબમાં હોળી રેનડાન્સ રદ

અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા તાજેતરમાં જ કાર્તિક આર્ય સાથે 'લવ આજ કલ'માં જોવા મળી હતી. બન્નેની જોડી પાસેથી દર્શકોને ઘણી આશાઓ હતી, જો કે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી શકી નહીં.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2020 03:03 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK