Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bharat Trailer : સલમાન સ્ટારર ફિલ્મનુ ટ્રેલર રિલીઝ, શાહરુખે કર્યા વખાણ

Bharat Trailer : સલમાન સ્ટારર ફિલ્મનુ ટ્રેલર રિલીઝ, શાહરુખે કર્યા વખાણ

22 April, 2019 05:04 PM IST |

Bharat Trailer : સલમાન સ્ટારર ફિલ્મનુ ટ્રેલર રિલીઝ, શાહરુખે કર્યા વખાણ

5 જૂને આવી રહી છે ફિલ્મ

5 જૂને આવી રહી છે ફિલ્મ


સલમાન ખાનના પ્રોડક્શનમાં બની રહેલ ફિલ્મ “ભારત” નું ટ્રેલર સોમવારે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ભારત ફિલમના ટ્રેલરની કરોડો લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ટ્રેલર રીલિઝની ગણતરીની મીનીટોમાં લાખો લોકોએ જોયુ હતું અને પસંદ કર્યું હતું.

શાહરૂખ ખાને પણ “ભારત” ટ્રેલરના કર્યા વખાણ



સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર સલમાન ખાનના ફેન્સ દ્વારા ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાને પણ ટ્રેલર જોઈને સલમાન ખાનના વખાણ કર્યા હતા. શાહરુખ ખાને ફિલ્મના વખાણ કરતા કહ્યું હતું કે, 'ક્યા બાત હૈ ભાઈ, બહુત ખુબ'.


“ભારત” ફિલ્મ 5 જુનના રોજ રીલિઝ થશે
શાહરુખ ખાન સાથે સાથે અન્ય ઘણા સ્ટાર્સે ટ્રેલરના વખાણ કર્યા હતા. સલમાન ખાનની આ ફિલ્મ અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ આ ઈદના દિવસે 5 જૂને રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર આવતાની સાથે સોશિયલ મીડિયા પર ભારતના ફેન્સે પણ બેસ્ટ ટ્રેલરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કેફ જોવા મળશે. સલમાન-કેટરિનાની જોડીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.


સલમાન ખાન ફિલ્મમાં અલગ-અલગ લુકમાં જોવા મળશે

ભારતમાં સલમાન ખાન અલગ અલગ લૂકમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરની શરુઆત સલમાન ખાન અને દિશા પટની સાથે સર્કસમાં થાય છે જેમા સલમાન મોતના કૂવામાં બાઈક ચલાવતા જોવા મળે છે. મોતના કૂવાથી કોલસાની ખાણ એમ એક પછી એક સ્ટોરી ટ્રેલરમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં જોવા મળી રહેલા ડાયલોગ પણ ઘણા પસંદ કરવામાં આવી રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 05:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK