Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabangg 3: એક્ટિંગ કર્યા બાદ હવે ડાયલૉગ પણ લખી રહ્યા છે સલમાન ખાન

Dabangg 3: એક્ટિંગ કર્યા બાદ હવે ડાયલૉગ પણ લખી રહ્યા છે સલમાન ખાન

21 September, 2019 03:26 PM IST | મુંબઈ

Dabangg 3: એક્ટિંગ કર્યા બાદ હવે ડાયલૉગ પણ લખી રહ્યા છે સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન


ફિલ્મ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'દબંગ'ના ત્રીજા ભાગને લઈને આવેલા સમાચાર અનુસાર આ ફિલ્મના ડાયલૉગ પણ લખી રહ્યા છે સલમાન ખાન. સલમાન ખાન આ ફિલ્મને લઈને શરૂઆતથી ચર્ચાનો વિષય બની ગયા છે. ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયોઝે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રાખી છે અને ચાહકો ચુલબુલ પાન્ડેના અંદાજમાં સલમાન ખાનને જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

આ વિષયમાં ફિલ્મના સૂત્રોએ જણાવ્યું કે સલમાન ખાને 'દબંગ 3'ના ડાયલૉગ અને એક્શન સીન લખવામાં ઘણી રૂચિ લીધી છે.



એક સૂત્રએ જણાવ્યું કે સલમાને 'દબંગ'ના માટે ડાયલૉગ લખ્યા છે, તે સેટ પર સીનમાં ઈમ્પ્રૂવમેન્ટ માટે ઈનપુટ આપે છે અને બાદ એને સ્ક્રિપ્ટમાં સામેલ કરવામાં આવે છે. અને હાઈ ઑક્ટેન એક્શન સીનને કોરિયોગ્રાફ કરવામાં પણ ભૂમિકા ભજવી રહ્યા છે. અમે બધા એમના આ ગુણને જોઈને આશ્ચર્યચકિત છીએ.


 
 
 
View this post on Instagram

Work in progress...

A post shared by Salman Khan (@beingsalmankhan) onJul 27, 2019 at 1:03am PDT


 

પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન અને માહી ગીલની પણ મહત્વની ભૂમિકા રહેશે. એમની ભૂમિકાઓને છેલ્લી ફિલ્મમાં પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સુદીપ પણ નજર આવશે. તેઓ સલમાન સામે વિલનના રોલમાં નજર આવશે.

આ ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મની હિરોઈન સોનાક્ષી સિન્હાને કૌન બનેગા કરોડપતિમાં હાલની સીઝનમાં રામાયણથી જોડાયેલા સવાલ પર સાચો જવાબ નહીં આપવા પર ટ્રોલ કરવામાં આવી છે. સોનાક્ષી અને સલમાન ખાનની આ ફિલ્મમાં આ બન્ને સિવાય મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર પણ નજર આવશે.

આ પણ જુઓ : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

સોનાક્ષી સિન્હાની છેલ્લી ફિલ્મ મિશન મંગલે બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં સોનાક્ષી સિવાય અક્ષયકુમાર. કીર્તિ કુલ્હારી, તાપસી પન્નુ, વિદ્યા બાલને મહત્વની ભૂમિકા ભજવી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2019 03:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK