Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Lok Sabha Election: સલમાન આ દિવસે જાહેર કરશે પોતાના લગ્નની તારીખ

Lok Sabha Election: સલમાન આ દિવસે જાહેર કરશે પોતાના લગ્નની તારીખ

23 May, 2019 01:33 PM IST |

Lok Sabha Election: સલમાન આ દિવસે જાહેર કરશે પોતાના લગ્નની તારીખ

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ભારતને લઈને ચર્ચામાં છે. સલમાન ખાનના લગ્નને લઈને એમને સતત સવાલ કરવામાં આવે છે અને તેઓ હંમેશા મજાક કરતા સવાલને ટાળી દે છે. આ વખતે સલમાન ખાને ફરી એક વાર પોતાના લગ્નને લઈને નવો ખુલાસો કર્યો છે.

હા, 53 વર્ષના સલમાન ખાન બેચલર છે અને એમના લગ્નને લઈને સતત ચર્ચા થતી રહી છે, પરંતુ હાલમાં જ સલમાને એક વાતચીતમાં પોતાના લગ્નથી જોડાયેલા સવાલનો જવાબ આપ્યો. સલમાને લગ્નને લઈને કહ્યું કે, મને લાગે છે પોતાના લગ્નની તારીખ 23મે એ ઘોષિત કરવી જોઈએ. સલમાન ખાન આ બોલ્યા બાદ હસવા લાગ્યા. તેમણે આ વાત રમૂજીલ અંદાજમાં કહીં હતી. પરંતુ, લોકસભા ચૂંટણીના પરિણામ પણ 23 મે એ આવી રહ્યા છે અને આજે ખબર પડી જશે કે કોની સરકાર બની રહી છે.



નોંધનીય છે કે થોડા સમય પહેલા સલમાને લગ્નને લઈને તો નહીં પરંતુ પિતા બનવાને લઈને પોતાની સલાહ રાખી હતી. એમણે કહ્યું હતું કે મને બાળક જોઈએ છે પરંતુ બાળકોની સાથે માતા પણ આવે છે. મને માતા નથી જોઈતી પરંતુ બાળકોને માતા જોઈએ છે. પરંતુ મારી પાસે ઘણા લોકો છે જે એની દેખરેખ કરી શકે છે. જણાવી દઈએ કે સલમાન ખાનનો શૉ દસ કા દમમાં જ્યારે શાહરૂખ ખાન અને રાની મુખર્જી પહોંચ્યા હતા ત્યારે પણ સલમાનના બાળકો અને લગ્નવાળી વાત સામે આવી હતી. રાની મુખર્જીએ રમૂજી અંદાજમાં સલમાનથી બાળકોને લઈને રમૂજી અંદાજમાં વાત કરી હતી.


આ પણ વાંચો : ચાલુ બુલેટિને અર્નબને કેમ યાદ આવી સની લિયોની?

ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ ભારત 5 જૂને રિલીઝ થવા જઈ રહી છે. એ ઉપરાંત સલમાન ખાન પોતાની ફિલ્મ દબંગ 3 શૂટિંગમાં વ્યસ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 01:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK