સલમાન ખાને 'હમ દિલ દે ચૂકે સનમનો' ફોટો શૅર કરી કહ્યું...

Published: May 18, 2019, 17:23 IST | મુંબઈ

બોલીવુડના દબંગ ખાન સલમાન ખાને ટ્વિટર હેન્ડલ પર હમ દિલ દે ચૂકે સનમનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરીને સલમાન ખાને શર્મીન શેહગલને શુભેચ્છાઓ પાઠવી છે.

સલમાને ટ્વિટ કર્યો ફોટો
સલમાને ટ્વિટ કર્યો ફોટો

બોલીવુડના દબંગ ખાન સલમાન ખાને ટ્વિટર હેન્ડલ પર હમ દિલ દે ચૂકે સનમનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરીને સલમાન ખાને શર્મીન શેહગલને શુભેચ્છાઓ પાઠવી છે. સલમાન ખાને શૅર કરેલો આ થ્રો બેક ફોટો હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાનનો છે.

સલમાન ખાને પોતાના આ જૂના ફોટો સાથે ટ્વિટ કરીને શર્મિન શેહગલને શુભેચ્છા આપી છે. સલમાને ટ્વિટમાં લખ્યું છે,'ust like that, it's time now to see this beautiful little Sharmin bloom on the silver screen in her debut film, Malaal. May this new journey bring you all luck and love' આ ટ્વિટ સાથે જ સલમાન ખાને સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ મલાલનું ટ્રેલર પણ શૅર કર્યું છે.

હમ દિલ દે ચૂકે સનમના સેટ પરના આ ફોટમાં સલમાન સાથે નાનકડી શર્મિન સેહગલ દેખાઈ રહી છે. શર્મિન કેક કાપીને સંજય લીલા ભણસાલીને ખવડાવતી હોય તેવું આ ફોટ પરથી લાગી રહ્યું છે. તો સલમાનની બાજુમાં ઐશ્વર્યા રાય પણ કોસ્ચ્યુમમાં દેખાઈ રહી છે. જો કે ફોટોમાં ઐશ્વર્યાનો ચહેરો નથી દેખાયોત

ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલી ફિલ્મ મલાલથી જાવેદ જાફરીના પુત્ર અને પોતાની ભાણીને લોન્ચ કરી રહ્યા છે. જાવેદ જાફરીના પુત્ર મિઝાન અને શર્મિલન સેહગલની ફિલ્મ મલાલનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યુ છે. આ પહેલા ફિલ્મ મલાલનું પોસ્ટર રિલીઝ કરાયું હતું. ફિલ્મની સ્ટોરી મુંબઈના બેકડ્રોપ પર આધારિત છે, જેમાં મિઝાન મહારાષ્ટરમાં રહેતા યુવકના રોલમાં છે.

આ પણ વાંચોઃરાજકોટની આ હોટ અભિનેત્રી કરશે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી

તો શરમિન સેહગલ એવી યુવતીનો રોલ કરી રહી છે, જે ઉત્તર ભારતની છે, પરંતુ મુંબઈમાં આવીને વસે છે.આ ફિલ્મમાં મિઝાન શરમિનને પરેશાન કરે છે, પરંતુ છેલ્લે બંને વચ્ચે પ્રેમ થાય છે. ટ્રેલરમાં મુંમ્બૈયા ભાષા સેન્ટર ઓફ એટ્રેક્શન છે. મલાલ એક લવ સ્ટોરી છે. જે 28 જૂન 2019ના રોજ રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK