જ્યારે આ ડિરેક્ટરે સલમાન પાસે કરાવ્યા 30 રિટેક્સ, જાણો વિગતે માહિતી

Published: Oct 24, 2019, 19:28 IST | મુંબઈ ડેસ્ક

આ કિસ્સો ફિલ્મ વૉન્ટેડની શૂટિંગ દરમિયાનનો છે.

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને રિટેક કરવાની ચીડ છે. તે એવો અભિનેતા છે, જે કોઇપણ સીન એકવારમાં કરવાનું પસંદ કરે છે. જો કે એક ફિલ્મ નિર્દેશક છે જેમણે સલમાન પાસેથી એક ડાન્સ મૂવને લઈને કેટલાય રિટેક્સ કરાવ્યા, તે અન્ય કોઇ નહીં પણ ફિલ્મકાર પ્રભુદેવા છે. આ કિસ્સો ફિલ્મ વૉન્ટેડની શૂટિંગ દરમિયાનનો છે. નંબર વન ડાન્સર અને ફિલ્મ નિર્દેશક પ્રભુદેવાએ સલમાન ખાનને એક ડાન્સ સ્ટેપ આપ્યો હતો. તેનું રિટેક સલમાન ખાનને ત્રીસ વાર કરવું પડ્યું હતું. આ વિશે વાત કરતાં સલમાન ખાને દબંગ 3નું ટ્રેલર લૉન્ચ કર્યું.

તેણે કહ્યું કે, "પ્રભુદેવા એક પગલું ઊઠાવશે અને હું તેની કૉપી કરીશ. આ અમે નક્કી કર્યું હતું, જ્યારે અમે આવું કરતા તો અમે તેને મૉનિટર પર જોતા અને તે કહેતા કે આ બરાબર છે અને મને તે ફરીથી કરવાનું કહેતા. હું તેમને કહેતો રહ્યો કે આ મેં તેવી જ રીતે કર્યું છે જેમ તેમણે કર્યું, પણ તે માનવાની ના પાડી દેતા અને તેમણે મને અનેક વાર આ સીન કરવા માટે મજબૂર કર્યો."

 
 
 
View this post on Instagram

Unmatchable!!! #Salmankhan #Dabangg3 #beingsalmankhan0 Latest photo of salman khan

A post shared by @salman khan (@salman_khan_ig) onOct 24, 2019 at 1:58am PDT

સલમાન ખાને આગળ કહ્યું કે, "30 વારથી વધારે વૉન્ટેડના સેટ પર મેં તેમના કહેવા પર રિટેક કર્યા છે." સલમાન ખાન અને પ્રભુદેવા બન્ને ફરીથી 'દબંગ 3' માટે એકસાથે આવ્યા. સલમાન ખાને ફિલ્મની પ્રેસ કોન્ફરેન્સમાં માન્યું કે, "એક સીક્વલમાં કામ કરવાનું દબાણ તે અનુભવી રહ્યો છે. ટ્રેલર લૉન્ચ દરમિયાન તેણે કહ્યું કે, સીક્વલ પાર્ટ વન પછી સારી રીતે નથી કરતો. તેથી અમે દબંગ 3માં હકીકતે ખૂબ જ મહેનત કરી છે. આમાં એક્શન અને મનોરંજન સિવાય એક સારી સ્ટોરી પણ છે."

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ભારત હતી. આ ફિલ્મમાં તેની સિવાય કેટરીના કૅફ પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ પણ લોકોને પસંદ આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK