Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિવલિંગને લાકડાથી ઢાંકતાં કન્ટ્રોવર્સીમાં ફસાઈ દબંગ 3

શિવલિંગને લાકડાથી ઢાંકતાં કન્ટ્રોવર્સીમાં ફસાઈ દબંગ 3

06 April, 2019 07:27 AM IST |

શિવલિંગને લાકડાથી ઢાંકતાં કન્ટ્રોવર્સીમાં ફસાઈ દબંગ 3

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ ૩’નું શૂટિંગ શરૂ થયું છે ત્યાં તો કન્ટ્રોવર્સી પણ શરૂ થઈ ગઈ છે. સલમાન હાલમાં મધ્ય પ્રદેશના મહેશ્વરમાં શૂટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ દરમ્યાન શિવલિંગને લાકડાથી ઢાંક્યું હોવાથી કન્ટ્રોવર્સી ઊભી થઈ છે.

shivling



લાકડાની શિવલિંગ


આ ફિલ્મનું ગીત ‘હુડ હુડ દબંગ’ માટે નર્મદા નદીને કિનારે શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ દરમ્યાનના ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર વાઇરલ થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના ભોપાલ જિલ્લાના એમએલએ રામેશ્વર શર્માનું કહેવું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારથી કૉંગ્રેસ સત્તામાં આવી છે ત્યારથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે.

આ પણ વાંચો : જાણો, શાહરૂખ ખાનને વિદેશમાં કઇ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યો


જોકે તેમની વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધની વચ્ચે સલમાને મીડિયાની સામે આવી સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ‘શૂટિંગ દરમ્યાન શિવલિંગને કંઈ નુકસાન ન થાય અને હિન્દુઓની લાગણી ન દુભાય એ માટે તેમણે આ કર્યું હતું. શિવલિંગની ગરિમાને જાળવી રાખવા માટે અમે એને લાકડાથી ઢાંકી દીધું હતું. શૂટિંગ પૂÊરું થતાં જ અમે તરત એ લાકડું પણ હટાવી દીધું હતું.’

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2019 07:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK