જાણો, શાહરૂખ ખાનને વિદેશમાં કઇ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યો

Apr 05, 2019, 13:40 IST

શાહરુખ ખાનને ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ પછી હવે યુનિવર્સિટી ઓફ લૉએ તેમના ચેરીટી કામ બદલ ડોક્ટરેટની માનદ ઉપાદીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુરૂવારે 350 વિદ્યાર્થીઓને સ્નાતક સેરેમની દરમિયાન શાહરુખ ખાનને આ સન્માન આપશે.

જાણો, શાહરૂખ ખાનને વિદેશમાં કઇ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યો
શાહરુખ ખાનને ડૉક્ટરેટની ડિગ્રી

બોલીવૂડના શહેનશાહ શાહરુખ ખાન દેશ-વિદેશમાં ઘણી સંસ્થાઓ અને સરકારે તેમને સન્માનિત કર્યા છે. શાહરુખ ખાનને ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ પછી હવે યુનિવર્સિટી ઓફ લૉએ તેમના ચેરીટી કામ બદલ ડોક્ટરેટની માનદ ઉપાદીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુરૂવારે 350 વિદ્યાર્થીઓને સ્નાતક સેરેમની દરમિયાન શાહરુખ ખાનને આ સન્માન આપશે.

માનવ અધિકારોને લઇને સતત લડતો રહે છે શાહરૂખ

શાહરૂખ ખાન બોલીવુડમાં સૌથી સફળ અભિનેતાઓમાંથી તો છે જ પરંતુ સફળ ફિલ્મ પ્રોડ્યુસર, ટેલિવિઝન હોસ્ટ અને બિઝનસમેન તરીકે પ્રખ્યાત છે. શાહરુખ ખાન માનવ અધિકારોને લઈને સતત લડતો રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી વિશ્વ સ્તરે માનવ અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે. આ સિવાય પણ શાહરુખ ખાન ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે કામ કરી ચૂક્યો છે. શાહરુખ ખાન પલ્સ પોલિયો, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગોનાઈઝેશન જેવા કેમ્પેન માટે કામ કરી ચુક્યો છે. આ સિવાય ઘણી અન્ય ચેરિટેબલ સંસ્થાઓ સાથે જોડાયેલો છે.

 

આ પણ વાંચો: દેશના દરેક ઘરમાં દીપિકા પાદુકોણથી પણ સૌથી વધુ લોકપ્રિય પાત્ર એટલે “દયા ભાભી”

 

ચેરીટી એકદમ ગુપ્ત હોવી જોઇએ : શાહરૂખ

આ વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા શાહરુખ ખાન કહે છે કે, મને લાગે છે કે ચેરીટી એકદમ ગુપ્ત થવી જોઈએ અને સન્માન સાથે જ. કોઈ પણ પોતાના ચેરીટી વર્કનો ઢંઢેરો પિટવો ન જોઈએ. મને ખુશી છે કે પબ્લિક પર્સનાલિટી હોવાના કારણે હુ એવા કામ કરી શકુ છું જેને કરવામાં મને કરવા ખુબ ગમે છે.' શાહરુખ ખાનને તેના સોશિયલ વર્ક બદલ ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK