Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન પોતાના સ્ટારડમને વધુ મહત્વ નથી આપતો : સોનાક્ષી

સલમાન પોતાના સ્ટારડમને વધુ મહત્વ નથી આપતો : સોનાક્ષી

07 December, 2019 12:47 PM IST | Mumbai

સલમાન પોતાના સ્ટારડમને વધુ મહત્વ નથી આપતો : સોનાક્ષી

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા


સોનાક્ષી સિંહાનું માનવુ છે કે સલમાન ખાન તેનાં સ્ટારડમને વધુ અગત્યતા નથી આપતો. સોનાક્ષીએ બૉલીવુડમાં પોતાના કરીઅરની શરૂઆત ૨૦૧૦માં આવેલી સલમાનની ‘દબંગ’થી કરી હતી. આ બન્ને હવે આ વર્ષે ૨૦મી ડિસેમ્બરે રિલીઝ થનારી ‘દબંગ 3’માં પણ જોવા મળવાનાં છે. સલમાન વિશે જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘સલમાનનું નિરીક્ષણ કરીને હું ઘણું બધુ શીખી છું. એનુ હું મારી જર્નીમાં પણ અનુકરણ કરું છું. એક વાસ્તવિક્તા એ પણ છે કે તે પોતાનાં સુપર સ્ટારડમને ગંભીરતાથી નથી લેતો. સ્ટારડમની સાથે તે આગળ જરૂર વધે છે, પરંતુ એની અસર પોતાના પર નથી થવા દેતો. તે એવો વ્યક્તિ છે જે મોટી હૉટલ્સનાં, આલિશાન રૂમ્સમાં તો રોકાય છે, પરંતુ કાઉચ પર જઈને સુઇ જાય છે. જો તેણે પોતાની આ અદ્ભુત સફળતાને પોતાનાં દિમાગમાં બેસાડી હોત તો આજે તે જે સ્થાને છે ત્યાં સુધી ના પહોંચ્યો હોત. તે આજે પણ એ જ નિષ્ઠા સાથે કામ કરે છે જે રીતે તે પચીસ વર્ષ પહેલા કરતો હતો.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપડા જોનસને કરવામાં આવી મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત



જો તમારે પોતાનું કરીઅર આ ઇન્ડસ્ટ્રીમાં તેની જેમ ટકાવી રાખવુ હોય તો આ જ બાબતો છે જે તેની પાસેથી શીખવા જેવી છે અને અનુસરણ કરવા જેવી છે. તે હંમેશાં લોકોને સરપ્રાઇઝ આપે છે. તે પોતાની જાત સાથે જ સ્પર્ધા કરે છે. તે પોતાની જાતને ગઈ કાલ કરતા આજે વધુ સારી રીતે બનાવવા માગે છે. દરેક બાબતોનો તે ખૂબ સારી રીતે તાલમેળ બેસાડે છે. એ સૌના માટે પ્રેરક છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 12:47 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK