સલમાન ખાનના ડ્રાઈવરને થયો કોરોના, ફૅન્સને છે આ વાતની ચિંતા

Updated: 19th November, 2020 11:15 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરોના રોગચાળો બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khanન) સુધી પહોંચી ગયો છે. એવા અહેવાલો છે કે સલમાન ખાનનો ડ્રાઈવર અને તેના અંગત સ્ટાફના એક સદસ્યનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.

સલમાન ખાન
સલમાન ખાન

કોરોના રોગચાળો બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) સુધી પહોંચી ગયો છે. એવા અહેવાલો છે કે સલમાન ખાનનો ડ્રાઈવર અને તેના અંગત સ્ટાફના એક સદસ્યનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી સલમાન ખાને પોતાને આઈસોલેટ કરી દીધો છે. એક્ટર હાલ કોઈને મળી નથી રહ્યા. દરમિયાન સવાલો ઉભા થઈ રહ્યા છે કે તે રિયાલિટી શૉ બિગ-બૉસને કેવી રીતે હોસ્ટ કરશે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સ્પષ્ટ નથી થયું કે સલમાન ખાન બિગ બૉસના આગામી એપિસોડનું શૂટિંગ કરી શકશે કે નહીં. આ અંગે સલમાન ખાન કે બિગ બૉસ નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. મહારાષ્ટ્ર દેશના એક એવા રાજ્યોમાં છે જ્યાં કોરોનામાં સૌથી વધુ પૉઝિટીવ કેસ મળ્યા છે. મહારાષ્ટ્રમાં આ સમયે કોરોના કેસ 17 લાખનો આંકડો પાર કરી ચૂક્યો છે.

સલમાન ખાન બૉલીવુડના પહેલા સુપરસ્ટાર નથી, જેમના સુધી કોરોના સંક્રમણ પહોંચી ગયો છે. આની પહેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. પહેલા અમિતાભ બચ્ચન, પછી અભિષેક બચ્ચન, પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ બધાને રજા મળી હતી. આ દરમિયાન અમિતાભે સોશિયલ મીડિયા પર અવારનવાર સંદેશા પોસ્ટ કર્યા હતા, જેની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. તે જ સમયે, સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી રેખાના ડ્રાઈવરને પણ કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બીએમસીએ પણ રેખાના બંગલાને થોડા દિવસો માટે સીલ કરી દીધો હતો.

First Published: 19th November, 2020 09:30 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK