Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૂશળધાર વરસાદ વચ્ચે પણ સલમાને શરૂ કરી દબંગ 3ની શૂટિંગ, વીડિયો વાયરલ

મૂશળધાર વરસાદ વચ્ચે પણ સલમાને શરૂ કરી દબંગ 3ની શૂટિંગ, વીડિયો વાયરલ

17 August, 2019 11:18 AM IST | મુંબઈ ડેસ્ક

મૂશળધાર વરસાદ વચ્ચે પણ સલમાને શરૂ કરી દબંગ 3ની શૂટિંગ, વીડિયો વાયરલ

સલમાન ખાન (ફાઇલ ફોટો)

સલમાન ખાન (ફાઇલ ફોટો)


બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અહીં મૂશળધાર વરસાદમાં પણ પોતાની 'દબંગ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અહીં મૂશળધાર વરસાદમાં પણ પોતાની 'દબંગ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ શૂટિંગ કરી રહ્યો છે. સલમાને ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર 'દબંગ 3'ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો, જેમાં તે બ્લેક ટીશર્ટ અને મૂછોવાળા લૂકમાં દેખાય છે.



તેણે કહ્યું, "હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપ્પી રાખી અને હેપ્પી રેઇન ઇન બ્યુટિફુલ જયપુર, રાજસ્થાન." 'દબંગ 3'ના નિર્દેશક પ્રભુદેવા છે અને સલમાન ખાન અને તેનો ભાઇ અરબાઝ ખાન આ ફિલ્મના નિર્માતા છે.


 
 
 
View this post on Instagram

On location #Jaipur #Dabangg3

A post shared by Salman Khan (@beingsalmankhan) onAug 15, 2019 at 9:49am PDT


આ ફિલ્મ દ્વારા અભિનેતા-ફિલ્મકાર મહેશ માંજરેકરની દીકરી સાઈ પણ બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે, સાઈ આ ફિલ્મમાં સલમાન ખાનના પાત્ર ચુલબુલ પાંડેની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

જણાવીએ કે આ પહેલા સુપરસ્ટાર સલમાન ખાને અભિનેત્રીથી રાજકારણી બનેલી બીના કાક સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. બીનાએ ગુરુવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર સલમાન સાથે પોતાની કેટલીય તસવીરો શૅર કરી જેમાં તે સલમાનને રાખડી બાંધતી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે એક તસવીરમાં બીના તેના 2 બાળકો સાથે સલમાન ખાન દેખાઈ રહ્યા છે. ફોટો શૅર કરતા બીના કાકે કેપ્શન આપ્યું હતું કે, જયપુરના ઘરમાં રાખીનું સેલિબ્રેશન. ઘરમાં મારા પુત્ર જેવા ભાઈને લઈને ખુબ ખુશ છું, શૂટિંગ દબંગ. બીનાએ સલમાન ખાન સાથે 2-3 ફોટો શૅર કર્યા હતા. બીનાએ કહ્યું હતું કે, સલમાન ખાન તેની સાથે ઘણો બધો પ્રેમ અને સકારાત્મકતા લઈને આવી રહ્યાં છે. બીનાએ ફિલ્મમેકર્સ, કોરિયોગ્રાફર અને અભિનતા પ્રભુ દેવાની સાથેની એક તસવીર શૅર કરી હતી જેમાં બીના તેના પુત્રો સાથે કેમેરા સામે જોઈને હસી રહ્યાં છે, બીના કાક અને સલમાન ખાન મેને પ્યાર ક્યો કિયા? અને ગોડ તુસ્સી ગ્રેટ હો.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 11:18 AM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK