Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્ત ને સલમાનના ઝઘડાનો અંત આવ્યો સ્પેનમાં?

સંજય દત્ત ને સલમાનના ઝઘડાનો અંત આવ્યો સ્પેનમાં?

01 July, 2016 04:29 AM IST |

સંજય દત્ત ને સલમાનના ઝઘડાનો અંત આવ્યો સ્પેનમાં?

સંજય દત્ત ને સલમાનના ઝઘડાનો અંત આવ્યો સ્પેનમાં?



sanjay dutt



સલમાન ખાન અને સંજય દત્ત વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને તેઓ એકબીજાથી અંતર રાખી રહ્યા છે એવા સમાચારો ઘણા સમયથી ચાલી રહ્યા છે, પરંતુ સ્પેનમાં યોજાયેલા અવૉર્ડ-શોમાં તેમણે તેમના ઝઘડાનો અંત લાવી દીધો હતો. સંજયના જેલમાંથી આવ્યા બાદ સલમાન તેના માટે પાર્ટી આપશે એવી વાતો ચાલી હતી, પરંતુ એવું નહોતું બન્યું. બૉલીવુડની દરેક સેલિબ્રિટી સંજયને તેના ઘરે મળવા ગઈ હતી, પરંતુ સલમાન નહોતો ગયો તેથી તેમના ઝઘડાની વાતો બહાર આવી હતી. ત્યાર બાદ તેઓ તેમના ઝઘડાનો અંત પૉલિટિશ્યન બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં લાવશે એવી વાતો ચાલી હતી, પરંતુ સંજયે એ પાર્ટીમાં આવવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ તેઓ સ્પેનમાં અવૉર્ડ-શોમાં સાથે જોવા મળ્યા હતા. અવૉર્ડ-શો પૂરો થયા બાદ સંજય તેની રૂમ પર જઈ ફ્રેશ થઈને સીધો સલમાનને મળવા ગયો હતો. તેમણે સાથે બેસી ઘણો સમય વાતચીત પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2016 04:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK