પટૌડી પૅલેસમાં કરીના, સૈફ, સોહા અને કુણાલનો જુઓ રૉયલ અંદાજ

Published: Dec 06, 2019, 15:15 IST | Mumbai

ઈન્સ્ટાગ્રામ પર પટૌડી પૅલેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે. એમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ ઠંડી રાતનો આનંદ લેતા નજર આવી રહ્યા છે.

કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ પટૌડી પૅલેસમાં
કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ પટૌડી પૅલેસમાં

ઈન્સ્ટાગ્રામ પર પટૌડી પૅલેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે. એમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ ઠંડી રાતનો આનંદ લેતા નજર આવી રહ્યા છે. બધા ઘણા ચાર્મિંગ લાગી રહ્યા છે. આ ફોટોઝ જોઈને લાગે છે કે બૉલીવુડના સેલિબ્રિટીઝ ઠંડીના મોસમનો આનંદ લેવા વિદેશ ફરવા જાય છે, ત્યાં પટૌડી પરિવાર ઠંડીનો આનંદ દેશમાં જ લે છે.

 
 
 
View this post on Instagram

Cold Blue and Royal Blue #winter #aboutlastnight

A post shared by Kunal Kemmu (@khemster2) onDec 5, 2019 at 9:28pm PST

કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ એકસાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. હાલની તસવીરમાં જ તેઓ સાથે ઠંડીનો આનંદ માણી રહ્યા છે. આ તસવીરોમાં બધા પટૌડી પૅલેસ સ્વેટર અને જેકેટ પહેરેલા દેખાઈ રહ્યા છે. તેમ જ બેકગ્રાઉન્ડમાં પટૌડી પૅલેસ નજર આવી રહ્યું છે. કુણાલ ખેમૂએ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા લખ્યું, કોલ્ડ બ્લૂ એન્ડ રૉય બ્લૂ. વિન્ટર. અબાઉટ લાસ્ટ નાઈટ.

આ પણ જુઓ : બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

ક્યાં છે તૈમૂર અને ઈનાયા

કરીના, સૈફ, સોહા અને કુણાલની આ તસવીરો જોતા જ એમની રૉયલ્ટીની ઝલક ઝળકી રહી છે. પર આ તસવીરોમાં કરીનાનો દીકરો તૈમૂર અને સોહાની દીકરી ઈનાયા દેખાઈ નથી રહ્યા. જ્યા ફિલ્મોની વાત કરીએ તો કરીના કપૂર ખાન 'ગુડ ન્યૂઝ' અને 'તખ્ત'માં નજર આવશે. ગુડ ન્યૂઝમાં કરીના સાથે અક્ષયકુમાર, દિલજિત દોસાંજ અને કિયારા અડવાણી છે. તેમ જ બેબો આમિર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે, સૈફ અલી ખાનની વાત કરીએ તો એની ફિલ્મ તાનાજી-ધ અનસંગ વૉરિયર અને તાંજવ રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK