કોણ છે ગહેના જેને માટે કોકિલાબેને ગાયું ગીત, ગોપીવહુને આપી કઈ ચેલેન્જ?

Updated: 28th September, 2020 20:39 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સાથ નિભાના સાથિયાના એક સીનનો વીડિયો રિક્રિએટ કરવામાં આવ્યો અને તે વીડિયો એટલો પૉપ્યુલર થયો કે મેકર્સે સાથ નિભાના સાથિયા સીરિયલની બીજી સીઝનની જાહેરાત કરી.

કોકિલા બેન (રૂપલ પટેલ)
કોકિલા બેન (રૂપલ પટેલ)

સાથ નિભાના (Saath Nibhaana Saathia-2)સાથિયા-2 સીરિયલનો પ્રોમો (Promo Video) સ્ટાર (Star Plus) પ્લસ દ્વારા શૅર કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ સીરિયલમાં કોકિલાબેન (Kokilaben) એટલે રૂપલ (Rupal Patel) પટેલ અને ગોપીવહુ (Gopi vahu) એટલે કે દેવોલીના (Devoleena Bhattacharji) ભટ્ટાચાર્જીનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શૉનાં શૂટનો ફર્સ્ટ સીન પૂજાનો હશે એવી પણ ચર્ચા હતી. દરમિયાન જ સાથ નિભાના સાથિયા ટીમે પોતાની યૂટ્યૂબ ચેનલ પરથી તાજેતરમાં જ એક વીડિયો શૅર કર્યો છે.

સ્ટાર પ્લસે શૅર કરેલા પ્રોમો વીડિયોમાં ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી રસોડામાં કૂકર ગહેનાએ ચડાવ્યું હશે એવો ડાયલૉગ બોલે છે અને ગહેના કોણ છે તેનો ખુલાસો હજી કરવામાં આવ્યો નથી. ગહેના કોણ છે તે જાણવા માટે તમારે શૉ જોવો પડશે. અને આમ પ્રોમો વીડિયો પૂરો થાય છે. હવે સાથ નિભાના સાથિયાની બીજી સીઝન ટૂંક સમયમાં જ ઓનઍર આવવા જઈ રહી છે ત્યારે ચાહકોમાં પણ આ શૉને લઈને ઉત્સુકતા વધી રહી છે. તેવામાં સીરિયલની યૂટ્યૂબ ચેનલ પર કોકિલા બેન એટલે રૂપલ પટેલ દ્વારા પોતાની ગોપી વહુ દેવોલીના ભટ્ટાચાર્જીને એક ઓપન ચેલેન્જ આપવામાં આવી છે. આ ચેલેન્જમાં કોકિલા બેને ગહેના માટે ગીત ગાયું છે. આ ગીત એટલે ના ના કરતે ગહેના સે હમ પ્યાર કર બેઠે કરના થા ઇનકાર મગર ઇકરાર કર બેઠે.

આ પણ વાંચો : Exclusive Rupal Patel: ખાલી કૂકર-ચણાના ટ્રેન્ડ અંગે કોકિલાબેન શું કહે છે

અહીં જુઓ વીડિયો

વીડિયોમાં કોકિલાબેનનો એ ઠસ્સો, રુઆબ તો દેખાય જ છે પણ સાથે ગહેના પ્રત્યેનો પ્રેમ પણ છૂપો રહેતો નથી. સાથ નિભાના સાથિયા 2ની યૂટ્યૂબ ચેનલ પરથી #MyGaana4Gehna ચેલેન્જ આપવામાં આવી છે અને આ ચેલેન્જમાં કોકિલાબેને પોતાની ગોપીવહુને નોમિનેટ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું ગોપીવહુ આ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે, અને જો દેવોલીના આ ચેલેન્જ સ્વીકારે તો તે ગેહના માટે કયું ગીત ગાશે?

આ પણ જુઓ : સાથ નિભાના સાથિયાની બીજી સીઝન આવી રહી છે ત્યારે જાણો ક્યાં વ્યસ્ત છે શૉના સિતારા

નોંધનીય છે કે આ સીરિયલ ટૂંક સમયમાં જ સ્ટાર પ્લસ પર યે રિશ્તે હે પ્યાર કેના રિપ્લેસમેન્ટમાં જોવા મળશે. આ સીરિયલની તૈયારી મેકર્સે ઘણો સમય પહેલા કરી લીધી હતી પણ જેવું રસોડે મેં કોન થા ગીત પૉપ્યુલર થયું કે મેકર્સે સીરિયલની બીજી સીઝનની જાહેરાત કરી. આ જાહેરાત થતાં જ શૉનાં ચાહકો ખૂબ જ ખુશ છે અને સીરિયલના બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

 • 1/22
  સિમ્પસન પણ આ સાથિયા ફેસ્ટમાંથી બાકાત નથી રહ્યા ત્યારે...જુઓ નમુનો

  સિમ્પસન પણ આ સાથિયા ફેસ્ટમાંથી બાકાત નથી રહ્યા ત્યારે...જુઓ નમુનો

 • 2/22
  કોકિલા બેનનો અવાજ એટલે જાણે રિવોલ્વરનું ધાંય ધાંય...

  કોકિલા બેનનો અવાજ એટલે જાણે રિવોલ્વરનું ધાંય ધાંય...

 • 3/22
  યાર જોની લીવર વગર કોઇ પણ મીમ ફેસ્ટ કેવી રીતે થઇ શકે ભલા...

  યાર જોની લીવર વગર કોઇ પણ મીમ ફેસ્ટ કેવી રીતે થઇ શકે ભલા...

 • 4/22
  કેબીસીમાં બચ્ચન સા'બ પણ આ સવાલ પર કૂકર ચઢાવવા ચાલ્યા જશે, એમ લાગે છે.

  કેબીસીમાં બચ્ચન સા'બ પણ આ સવાલ પર કૂકર ચઢાવવા ચાલ્યા જશે, એમ લાગે છે.

 • 5/22
  મગજમાં બસ રસોડું, કૂકર અને ચણા આ ત્રણની જ સિટી વાગે છે...

  મગજમાં બસ રસોડું, કૂકર અને ચણા આ ત્રણની જ સિટી વાગે છે...

 • 6/22
  પતિઓના મનમાં સળગતો સવાલ...પત્ની છે કનફ્યુઝ...

  પતિઓના મનમાં સળગતો સવાલ...પત્ની છે કનફ્યુઝ...

 • 7/22
  વહુઓથી દૂર રાખજો કૂકર અને લૅપટૉપ..

  વહુઓથી દૂર રાખજો કૂકર અને લૅપટૉપ..

 • 8/22
  અલ્યા કૂકરને તો કોઇ પૂછો કે આપકો કૈસા લગ રહા હૈ...?

  અલ્યા કૂકરને તો કોઇ પૂછો કે આપકો કૈસા લગ રહા હૈ...?

 • 9/22
  દયાને વાબ મળ્યો કે પછી ગંભીર લાંબુ સંશોધન કરાયું?

  દયાને વાબ મળ્યો કે પછી ગંભીર લાંબુ સંશોધન કરાયું?

 • 10/22
  કોણે કોણે રાત્રે ત્રણ વાગ્યે પણ આ સીન ગાયો છે...બોલો?

  કોણે કોણે રાત્રે ત્રણ વાગ્યે પણ આ સીન ગાયો છે...બોલો?

 • 11/22
  આ જીમેઇલ પણ આપણને કોણ કોણ જ કરતું હોય છે ને...

  આ જીમેઇલ પણ આપણને કોણ કોણ જ કરતું હોય છે ને...

 • 12/22
  સીાઇડીની ચપેટમાંથી કેવી રીતે બચી શકે છે કૂકર અને ચણા...!!

  સીાઇડીની ચપેટમાંથી કેવી રીતે બચી શકે છે કૂકર અને ચણા...!!

 • 13/22
  કોકિલાબેનનો સવાલ શેરલોક સ્ટાઇલથી પણ તો હોઇ શકે છે અને પછી એ કહેશે બિલકુલ શેરલોકની માફક કે, 'એલિમેન્ટરી વૉટસન...'

  કોકિલાબેનનો સવાલ શેરલોક સ્ટાઇલથી પણ તો હોઇ શકે છે અને પછી એ કહેશે બિલકુલ શેરલોકની માફક કે, 'એલિમેન્ટરી વૉટસન...'

 • 14/22
  સંજીવ કપૂર, નીકળો રસોડામાંથી બહાર નહિંતર કોકિલા બેન ભસ્મ કરી દેશે.

  સંજીવ કપૂર, નીકળો રસોડામાંથી બહાર નહિંતર કોકિલા બેન ભસ્મ કરી દેશે.

 • 15/22
  રસોડામાં કોણ હતુંનો સળગતો સવાલ, કોણ કરશે સોલ્વ આ મિસ્ટ્રી?

  રસોડામાં કોણ હતુંનો સળગતો સવાલ, કોણ કરશે સોલ્વ આ મિસ્ટ્રી?

 • 16/22
  જાણીતી અભિનેત્રી સાંચી પેસવાનીએ બનાવ્યું આ મીમ જેમાં નિર્મલા સિતારામનનો બજેટ પહેલાંના દ્રશ્યનો સમાવેશ કરાયો.

  જાણીતી અભિનેત્રી સાંચી પેસવાનીએ બનાવ્યું આ મીમ જેમાં નિર્મલા સિતારામનનો બજેટ પહેલાંના દ્રશ્યનો સમાવેશ કરાયો.

 • 17/22
  લોકોએ પોતાનાં પેટ્સનાં ફેસિઝ લઇને બનાવી દીધાં હતા મીમ્સ...

  લોકોએ પોતાનાં પેટ્સનાં ફેસિઝ લઇને બનાવી દીધાં હતા મીમ્સ...

 • 18/22
  લ્યો આ તો લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ય ખબર છે કે રસોડામાં રાશી હતી...

  લ્યો આ તો લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ય ખબર છે કે રસોડામાં રાશી હતી...

 • 19/22
  મગજ રસોડામાંથી બહાર નથી નીકળવા દેતું તેનો પુરાવો.

  મગજ રસોડામાંથી બહાર નથી નીકળવા દેતું તેનો પુરાવો.

 • 20/22
  આપકે ટૂથપેસ્ટમેં નમક હૈ વાળો સવાલ હવે બદલાઇ ગયો છે...જુઓ..

  આપકે ટૂથપેસ્ટમેં નમક હૈ વાળો સવાલ હવે બદલાઇ ગયો છે...જુઓ..

 • 21/22
  નેટફ્લિક્સે પોતાના શો પિકી બ્લાઇન્ડર્સનો સીન લઇને આ ફની મીમ બનાવ્યું હતું.

  નેટફ્લિક્સે પોતાના શો પિકી બ્લાઇન્ડર્સનો સીન લઇને આ ફની મીમ બનાવ્યું હતું.

 • 22/22
  રસોડામાં કોણ હતુંની પહેલી બધાં જ ઉકેલવા માગતા હતા જુઓ આ એક વધુ મીમ.

  રસોડામાં કોણ હતુંની પહેલી બધાં જ ઉકેલવા માગતા હતા જુઓ આ એક વધુ મીમ.

First Published: 28th September, 2020 20:23 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK