'સાસ બિના સસુરાલ'ની નવી સિઝનમાં પણ હશે દર્શન જરીવાલા અને રાજેન્દ્ર ચાવલા

Published: Sep 12, 2020, 20:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બહુ જલ્દી સિરિયલનું શૂટિંગ શરૂ થશે

દર્શન જરીવાલા, રાજેન્દ્ર ચાવલા
દર્શન જરીવાલા, રાજેન્દ્ર ચાવલા

ઐશ્વર્યા સખુજા (Aishwarya Sakhuja) અને રવિ દુબે (Ravi Dubey) સ્ટારર સોની ટીવીનો શો 'સાસ બિના સસુરાલ' નાના પડદાની લોકપ્રિય સિરિયલોમાંની એક છે. જોકે, સિરિયલને 2012 સપ્ટેમ્બરમાં બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ચાહકોમાં સિરિયલની લોકપ્રિયતાને જોઈને મેકર્સે શોની બીજી સિઝન શરૂ કરવાનું નક્કી કર્યું છે. બહુ જલ્દી 'સાસ બિના સસુરાલ 2' ટીવી પર ફરી દેખાશે. આ માટે મુખ્ય પાત્રનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું છે. સાથે જ પ્રથમ સિઝનમાં મુખ્ય ભુમિકામાં જોવા મળેલા ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલા (Darshan Jariwala) અને રાજેન્દ્ર ચાવલા (Rajendra Chawla)ને બીજી સિઝન માટે ફાઈનલ કરી દેવામાં આવ્યા છે.

'સાસ બિના સસુરાલ'માં દર્શન જરીવાલા અને રાજેન્દ્ર ચાવલાના પાત્રને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. દર્શન જરીવાલાએ સિરિયલમાં પાંચ દીકરાના પિતા છેદીલાલ આનંદીલાલ ચર્તુવેદીની ભૂમિકા ભજવી હતી. જ્યારે રાજેન્દ્ર ચાવલાએ તેમના મોટા દીકરા પશુપતિનાથ ચર્તુવેદીની ભૂમિકા ભજવી હતી. સુત્રોએ જણાવ્યું છે કે, આ બન્ને અભિનેતાઓને સિઝન 2માટે નક્કી કરી દેવામાં આવ્યા છે.

'સાસ બિના સસુરાલ 2' તે માટે દર્શન જરીવાલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હા આ વાત સાચી છે કે સિરિયલની આગામિ સિઝન માટે મારો સંપર્ક કરવામાં અવાયો છે. હું તે ભૂમિકામાં દેખાઈશ કે નહીં તે તો સમય જ કહેશે.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 'સાસ બિના સસુરાલ 2' માટે મેકર્સ કાસ્ટ ફાઈનલ કરી રહ્યાં છે. તેમનો પ્રયત્ન છે કે, પ્રથમ સિઝનમાં જે સ્ટાર્સ હતા તેમને જ આ સિઝનમાં પણ લાવવામાં આવે. ટૂંક સમયમાં સિરિયલ ફ્લોર પર જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK