Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધમાલ મચાવવા માટે વુમનિયાં તૈયાર

ધમાલ મચાવવા માટે વુમનિયાં તૈયાર

03 October, 2019 01:21 PM IST | મુંબઈ

ધમાલ મચાવવા માટે વુમનિયાં તૈયાર

ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુ

ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુ


તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરની ‘સાંડ કી આંખ’નું ગીત ‘વુમનિયાં’ આજે રિલીઝ થઈ રહ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર તો ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે અને ગીત પણ હવે ધમાલ મચાવવા આવી રહ્યું છે. વિશાલ મિશ્રા દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા ગીત ‘વુમનિયાં’માં અવાજ વિશાલ દાદલાણીએ આપ્યો છે. વુમનહૂડને સેલિબ્રેટ કરતાં આ ગીતમાં તાપસી અને ભૂમિ જોવા મળશે. આ વિશે વિશાલ મિશ્રાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘વુમનિયાં’ને કમ્પોઝ કર્યું હતું ત્યારે મને અહેસાસ થયો હતો કે મેં કંઈ સ્પેશ્યલ ગીત કમ્પોઝ કર્યું છે.

આ પણ વાંચો : ફિલ્મ-રિવ્યુ - વૉર: સ્ટન્ટ દેખો, દિમાગ મત ચલાઓ...



ફાઇનલ ગીત કેવું હશે એનો મને અંદાજ આવી ગયો હતો. આ ગીતને ફાઇનલ વર્ઝનને સાંભળીને મારા રૂંવાટા ઊભા થઈ જાય છે. આ ગીતનો પાવર અને એનર્જી લોકો સુધી પહોંચાડવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મને ખુશી છે કે વિશાલે આ ગીત ખૂબ જ સુંદર રીતે ગાયું છે. આ ગીત બનાવવાની જર્ની ખૂબ જ સુંદર રહી હતી અને લોકોનું રિએક્શન જાણવા માટે મને કૂતુહલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 01:21 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK