કૅટરિના સવાલોનો મારો ચલાવે છે : રોહિત શેટ્ટી

Published: Jan 02, 2020, 12:43 IST | Mumbai

રોહિત શેટ્ટીનું કહેવું છે કે કૅટરિના કૈફ ખૂબ જ સવાલો કરે છે અને એનાથી તે કંટાળી પણ જાય છે.

રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીનું કહેવું છે કે કૅટરિના કૈફ ખૂબ જ સવાલો કરે છે અને એનાથી તે કંટાળી પણ જાય છે. કૅટરિના ‘સૂર્યવંશી’માં ડૉક્ટરનાં પાત્રમાં દેખાવાની છે એવું જાણવા મળ્યું છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર કૅટરિના સાથે રોમૅન્સ કરતો જોવા મળશે. આ બન્નેએ આ અગાઉ ‘નમસ્તે લંડન’માં અને ‘સિંઘ ઈઝ કિંગ’માં સાથે કામ કર્યું હતું. લોકોને તેમની જોડી પણ ખૂબ પસંદ છે. ‘સૂર્યવંશી’ દ્વારા એ જ જાદુ લોકોને ફરી એકવાર જોવા મળશે.

katrina

આ ફિલ્મ ૨૭ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ‘મોહરા’નું ‘ટીપ ટીપ બરસા પાની’ રિક્રિએટ કરવામાં આવ્યુ છે. નેહા ધુપિયાનાં શો પર રોહિત શેટ્ટી પહોંચ્યો હતો. એ શોમાં કૅટરિના વિશે રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ‘કૅટરિના ઘણાં સવાલ પૂછે છે. શું આ ઠીક છે? શું આ યોગ્ય છે? હું તેને કહું છું કે તું ખૂબ સુંદર છે. જોકે એક સમય એવો આવે છે કે હું તેનાથી કંટાળી જાઉં છું.’

સ્ટન્ટ ડબલ હોવાથી ફિલ્મમેકર તરીકે મને ઘણી મદદ મળી છે : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીનું કહેવું છે કે સ્ટન્ટ ડબલ તરીકે કામ કર્યું હોવાથી ફિલ્મમેકર તરીકે તેને ઘણી રાહત મળી છે. રોહિત શેટ્ટીની ફિલ્મોમાં કાર હવામાં ઊડતી જોવા મળે છે અને લોકો ઘણીવાર એની મજાક ઊડાવે છે. જોકે આવા સ્ટન્ટ ક્રિએટ કરવા ખૂબ જ મુશ્કેલ છે. આ વિશે વધુ જણાવતાં રોહિતે કહ્યું હતું કે ‘હું સ્ટન્ટ ડબલ છું અને સ્ટન્ટ ડબલ તરીકે પહેલાં કામ પણ કર્યું હતું. મારી ફિલ્મોમાં જે સ્કૉર્પિયો ઉડાડવામાં આવે છે એવા સ્ટન્ટ હું પહેલાં કરતો હતો. આ પાછળ ઘણી મહેનત લાગે છે. મેં સ્ટન્ટ ડબલને જોયા છે અને હું સ્ટન્ટ આર્ટિસ્ટ હોવાથી ફિલ્મમેકર તરીકે મને ઘણી મદદ મળી છે.

આ પણ વાંચો : ચાહકોને નવા દાયકામાં પોતાના સપનાને પૂરા કરવાની સલાહ આપતો અર્જુન કપૂર

મારી ફિલ્મો માટે હું પોતે ઍક્શન કરું છું, મારે વિદેશથી કોઈ ટૅક્નિશિયનને બોલાવવાની જરૂર નથી પડતી. મારી પાસે આ માટે મારી પોતાની ટીમ છે. મેં એક ફિલ્મ કરી હતી ‘સુહાગ’. એ ફિલ્મમાં હું આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. એ સમયે લોકો ૧૪-૧૪, ૨૦-૨૦ અને ૪૦-૪૦ ફિલ્મો કરતાં હતાં. એક સાથે ઘણી ફિલ્મો કરવાથી ઍક્ટર પાસે ટાઇમ નહોતો હોતો. ઍક્શન દૃશ્ય હોય અને ઍક્ટર હાજર ન હોય ત્યારે અજય દેવગનની જગ્યાએ હું સ્ટન્ટ ડબલ તરીકે કામ કરતો હતો. મેં ઘણાં દૃશ્યો મારા આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને દેખાડ્યા છે, પરંતુ તેઓ આ દૃશ્ય જોઈને આશ્રર્યમાં પડી ગયા હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK