ચાહકોને નવા દાયકામાં પોતાના સપનાને પૂરા કરવાની સલાહ આપતો અર્જુન કપૂર

Published: 2nd January, 2020 12:33 IST | Mumbai

અર્જુન કપૂરનું તેના ચાહકોને કહેવું છે કે આ નવા દાયકોમાં તેમના સપનાંઓને પૂરા કરવા પર ફોકસ કરવું.

અર્જુન કપૂર
અર્જુન કપૂર

અર્જુન કપૂરનું તેના ચાહકોને કહેવું છે કે આ નવા દાયકોમાં તેમના સપનાંઓને પૂરા કરવા પર ફોકસ કરવું. અર્જુને પોતાનો ફોટો શૅર કરીને આ દાયકા વિશે અને ૨૦૧૯ વિશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘૨૦૧૯માં મને ઘણું શીખવા મળ્યું છે અને મને અહેસાસ થયો છે કે આ વર્ષ એક રોલર કોસ્ટર રાઇડ જેવું હતું. મેં ભરપૂર ટ્રાવેલ કર્યું છે, હું ભરપૂર જીવ્યો છું, હું હસ્યો છું અને રડ્યો પણ છું. કેટલીક અમેઝિંગ મોમેન્ટ્સ રહી છે તો કેટલીક ખૂબ જ દુખદ ઘટના પણ ઘટી છે. હું નવા દાયકામાં એન્ટર થવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ૨૦૧૦ની શરૂઆતમાં મને કોઈ ઓળખતું નહોતું મારી સામે એક પણ તક નહોતી જેથી હું મારા ભવિષ્ય પર ફોકસ કરી શકું. આ વર્ષે હું મારી ૧૪મી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું. આ વર્ષમં ઘણાં ઉતાર-ચઢાવ રહ્યાં છે. મારી તાકાત મારી મમ્મીમાં અને મારી નાનીને મેં હંમેશાં માટે ખોઈ દીધી છે.’

આ પણ વાંચો : સ્ટોરી સારી હોય તો બૉડી બનાવવાની પ્રેરણા મળે છે : ફરહાન અખ્તર

આ વિશે વધુ જણાવતાં અર્જુન કપૂરે લખ્યું હતું કે ‘લાઇફ એક રોલર કોસ્ટર છે અને આપણે એને રાઇડ કરવી રહી. આ જે પણ વ્યક્તિ વાંચી રહ્યું છે એને હું એક જ વાત કહેવા માગું છું કે ક્યારેય હાર ન માનવી. તમને જે ના પાડી રહ્યું હોય એનું ક્યારેય ન સાંભળવું અને તમને જેમાં ખુશી મળતી હોય અને તમને જે યોગ્ય લાગતું હોય એ કરવું. મારો વિશ્વાસ કરજો તમને દરરોજ નીચે પાડવા માટે ઘણાં લોકો પ્રયત્ન કરશે. મેં એ જોયું છે અને સહન પણ કર્યું છે અને એમાથી પોતાની જાત પર વિશ્વાસ રાખીને હું વધુ ઊંચાઈએ ગયો છું. કોઈ પણ અંડરડૉગ વ્યક્તિ જીતે છે ત્યારે તેની સ્ટોરી લોકો સમક્ષ લાવવી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. મને પ્રેમ કરનાર અને નહીં કરનાર દરેક વ્યક્તિને હૅરી ન્યુ યર. આ દાયકામાં તમારા સપનાંને પૂરા કરો. તમારા માટે ભવિષ્યમાં શું છે એની જાણ આજે કદાચ તમને પણ નહીં હોય.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK