વિક્રમ ભટ્ટની ટ્‍‍વિસ્ટેડની ત્રીજી સીઝનમાં રિયા સેન

Published: Nov 07, 2019, 12:00 IST | Mumbai

હવે ૨૦૧૭માં જેની એકીસાથે બે સીઝન રિલીઝ થઈ હતી એ ઇરૉટિક-થ્રિલર ‘ટ્વિસ્ટેડ’ની ત્રીજી સીઝન તૈયાર થઈ રહી છે.

રિયા સેન
રિયા સેન

બૉલીવુડમાં અઢળક, ખાસ કરીને હૉરર-થ્રિલર ફિલ્મો બનાવનારા વિક્રમ ભટ્ટ હવે ડિજિટલ કન્ટેન્ટ તરફ વળ્યા છે. ‘માયા’, ‘ફેસલેસ’ અને ‘ગહરાઇયાં’ સહિતની તેની વેબ-સિરીઝ દર્શકોએ સ્વીકારી પણ છે. હવે ૨૦૧૭માં જેની એકીસાથે બે સીઝન રિલીઝ થઈ હતી એ ઇરૉટિક-થ્રિલર ‘ટ્વિસ્ટેડ’ની ત્રીજી સીઝન તૈયાર થઈ રહી છે.

આ પણ જુઓઃ બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

પહેલી બે સીઝનના ૨૪ એપિસોડમાં રણબીર રાયચંદની પત્ની નૈનાનું મૃત્યુ થાય છે, એનું ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યાંથી કરીને સુપરમૉડલ આલિયા મુખરજીની એમાં સંડોવણી થાય છે અને અંતે તે CID ઑફિસર આર્યન માથુર સમક્ષ હાજર થાય છે. બીજી સીઝનમાં આર્યન અને આલિયા વચ્ચે આરોપી અને પોલીસ વચ્ચે ખેલાતો લવ અને હેટનો ખેલ શરૂ થાય છે. પહેલી સીઝનમાં આલ‌િયા મુખરજીના પાત્રમાં નિઆ શર્મા અને રણબીર રાયચંદના પાત્રમાં નમિત ખન્ના હતા. બીજી સીઝનમાં વાર્તા આગળ વધતાં નિઆ શર્માનું પાત્ર યથાવત રહ્યું અને આર્યન માથુરનું પાત્ર મોટું થયું, જે અભિનેતા રાહુલ સુધીરે ભજવ્યું હતું. હવે ‘ટ્વિસ્ટેડ’ની ત્રીજી સીઝનમાં ફિલ્મ અભિનેત્રી રિયા સેન મુખ્ય પાત્ર ભજવશે. તેની સાથે હશે ‘સસુરાલ સિમર કા’માં ‘સુમિત કપૂર’ બનેલો રુશદ રાણા. તે હિન્દી ફિલ્મોમાં પણ નાના-મોટા રોલમાં દેખાઈ ચૂક્યો છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    Loading...
    Loading...
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK