Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હુમા કુરેશીની મજાક ઉડાવવાનું ભારે પડ્યું રિશી કપૂરને

હુમા કુરેશીની મજાક ઉડાવવાનું ભારે પડ્યું રિશી કપૂરને

29 July, 2015 11:51 PM IST |

હુમા કુરેશીની મજાક ઉડાવવાનું ભારે પડ્યું રિશી કપૂરને

હુમા કુરેશીની મજાક ઉડાવવાનું ભારે પડ્યું રિશી કપૂરને



huma quereshi








પરંતુ તેમના આ ટ્વીટની લોકોએ ટીકા કરતાં રિશી કપૂરે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. રિશી કપૂરે જન્મદિવસની શુભેચ્છાના મેસેજ સાથે એક ફોટો પણ અપલોડ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘તમારું વજન જેટલું વધારે એટલી તમને કિડનૅપ કરવામાં મુશ્કેલી. એથી સેફ રહો અને કેક ખાઓ.’

પરંતુ આ ફોટોને લઈને રિશી કપૂરની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી અને અંતે તેમણે એ ટ્વીટને ડિલીટ કરી નાખવું પડ્યું હતું. તેમણે ફરી ટ્વીટ કર્યું હતું કે ‘મને માફ કરો. એ મારો હુમા સાથે તેના જન્મદિવસ પરનો પર્સનલ જોક હતો. જો લોકોને એનાથી ગુસ્સો આવ્યો હોય અને તેના માટે તેઓ અપશબ્દનો ઉપયોગ કરતા હોય તો મેં એ ડિલીટ કરી દીધું છે.’

રિશી કપૂરના ટ્વીટનો જવાબ આપતાં હુમાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા બદલ મારા ફેવરિટ સ્ટારનો ઘણો-ઘણો આભાર. અને દોસ્તો, એ ફક્ત એક મજાક હતી; એથી તમે શાંત રહો.’


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2015 11:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK